
કડીના થોળ ગામ પાસે આવેલી એન.કે. કંપનીની પાછળ ખેતરમાં જુગાર રમતા 4 ઇસમો ઝડપાયા
કડી તાલુકાના થોળ ગામે આવેલી એન.કે. કંપનીની પાછળ ખેતરમાં જુગાર ધામ ઉપર મહેસાણા પેરોલ ફ્લો સ્કોડે બાતમીના આધારે રેડ કરી હતી. જ્યાં રેડ દરમિયાન જુગારીઓમાં નાશ ભાગ મચી જવા પામી હતી. જ્યારે પેરોલ ફ્લો સ્કોડે કોર્નર કરીને ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા. જ્યારે 5 ઈસમો સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ ઉપરથી 2,80,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી.
મહેસાણા પેરોલ ફ્લો સ્કોડના માણસો કડી તાલુકા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન મેડા આદરજ પાસે પહોંચતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, થોળ ગામે આવેલી એન.કે. પ્રોટીન કંપનીની પાછળ ખેતરની અંદર વખડાના ઝાડની નીચે કેટલાક ઈસમો પોતાના ફાયદા માટે જુગાર રમી રમાડી રહ્યા છે. જે દરમિયાન ટીમ બનાવી કોર્નર કરીને કંપનીની પાછળ આવેલા ખેતરમાં રેડ કરી હતી. જ્યાં જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જ્યાં સ્કોડના માણસોએ સ્થળ ઉપરથી 4 ઈસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. જ્યારે 5 ઈસમો સ્થળ ઉપરથી ભાગી ગયા હતા.