
મહેસાણા-ઊંઝા નેશનલ હાઇવેથી ઐઠોર ચોકડી તરફ જવાના ઓવરબ્રિજ પર ખાડા જોવા મળ્યા
મહેસાણા-ઊંઝા નેશનલ હાઇવેથી ઐઠોર ચોકડી તરફ જવાના ઓવરબ્રિજ પર ખાડા જોવા મળી રહ્યા છે.જેમાં વારંવાર પડતા ખાડાના લીધે વાહનચાલકો પરેશાન થઈ ચૂક્યા છે.ત્યારે રાહદારીઓની માંગ છે કે જલ્દીથી આ સમારકામ કરવામાં આવે.આમ ઊંઝા નેશનલ હાઇવેથી વિસનગર તરફ જવા માટે ઓવરબ્રિજ બનાવેલો છે.જે પુલ ઉપર વારંવાર ખાડા પડી જવાથી અંદરથી સળિયા ખુલ્લા થઈ ગયેલા છે.જેને લીધે આવતા જતા વાહનચાલકો ખુબ પરેશાન થઈ રહ્યાં છે.આમ પુલ પર સળિયા ખુલ્લા થઈ જવાથી વાહનોના ટાયર ફાટવાનો ભય રહેલો છે અને મોટી જાનહાની થઈ શકે છે.