મહેસાણાઃ આજે નવા ૪ કેસ આવ્યા, જીલ્લામાં કુલ કેસની સંખ્યા ૨૨૬

મહેસાણા
મહેસાણા 172

મહેસાણામાં આજે કોરોના વાયરસના નવા ચાર કેસ સામે આવ્યા છે. આજે કડીમાં ૨, વિજાપુરમાં ૧ અને વિસનગરમાં ૧ મળી કુલ નવા ૪ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. કડીમાં કોરોનાનું સ્થાનિક સંક્રમણ બેફામ બન્યુ હોય તેમ દરરોજ કેસો આવતા ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. આજે નોંધાયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.
મહેસાણા જીલ્લામાં આજે પણ કોરોનાના કેસો આવતા કોરોનાનું સંક્રમણ બેફામ બન્યુ હોવાનું સામે આવ્યુ છે. મહેસાણામાં આજે કડી, વિજાપુર અને વિસનગરમાં ચાર કેસ સામે આવ્યા છે. આજે કડીના નરસિંહપુરામાં ૮૫ વર્ષિય કલ્યાણભાઇ પટેલ અને કડીની ઝુલેલાલ સોસાયટીમાં રહેતા ૩૬ વર્ષીય જીતેન્દ્રકુમાર સિંધીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે વિજાપુરના વાણિયાવાસમાં રહેતા ૭૧ વર્ષીય અરવિંદભાઇ સુખડિયા અને વિસનગરની વિશાલનયર સોસાયટીમાં રહેતા ૪૧ વર્ષિય જતીનકુમાર પટેલનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

મહેસાણા જીલ્લામાં આજે ૧૨૧ સેમ્પલનું રીઝલ્ટ આવ્યુ હતુ. જેમાં આજે ૧૨૦ સેમ્પલના રીપોર્ટ નેગેટીવ તો ૧ રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જોકે ખાનગી લેબમાં ૩ સેમ્પલ પોઝિટીવ આવતા કુલ ચા૪ કેસ નોંધાયા છે. મહેસાણા જીલ્લામાં અત્યાર સુધી કોરોનાના ૨૨૬ કેસ નોંધાયોલા છે. જે પૈકી હાલ ૫૫ કેસ એક્ટિવ તો ૧૫૨ લોકો સાજા થતાં તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
બનાસકાંઠા જીલ્લામાં કોરોનાનો નવો એક કેસ સામે આવ્યો
બનાસકાંઠા જીલ્લામાં આજે કોરોનાનો નવો એક કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. ડીસાના ભાવનાબેન કનુભાઇ ઠાકોર, રહે. સિંધી કોલોની, ડીસાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતાં તેમને તાત્કાલિક અસરથી સારવાર અર્થે આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. ડીસા શહેર-તાલુકામાં કોરોના વાયરસના અત્યાર સુધી ૪૨ કેસ સામે આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.