મહેસાણાઃ ફફડાટ વચ્ચે બપોર પછી દુકાનો બંઘ, વાણિજ્યિક ધંધા ચાલુ

મહેસાણા
મહેસાણા 128

મહેસાણા શહેર અને જિલ્લાભરમાં કોરોના કેસની સંખ્યામાં ઉછાળો થતાં જનમાનસમાં હાહાકાર મચી ગયો છે. આથી રાજ્ય અને કેન્દ્ર સરકારે આપેલા લોકડાઉન બાદ આજે મહેસાણામાં બપોર પછી દુકાનો બંધ રહી હતી તો વાણિજ્યિક ધંધા ચાલુ રહ્યા હતા. આજથી આગામી ૨૦ જુલાઇ સુધી દુકાનો બપોરે ૨ વાગ્યા બાદ બંધ રાખવાનો નિર્ણય વેપારી મંડળોએ કર્યો છે.

મહેસાણા જિલ્લામાં અનલોકમાં મળેલી છૂટને કારણે દરરોજ કોરોના કેસોની સંખ્યામાં વિસ્ફોટક વધારો થઇ રહ્યો છે. જેને લઇ ગઇકાલે સાંજે મહેસાણાના ટાઉનહોલમાં પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં વેપારી મંડળોની બેઠક મળી હતી. જેમાં વધતાં જતાં કેસોની સંખ્યા જોતાં દુકાનો ચાલુ રાખવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી આજથી બપોરે ૨ વાગ્યા બાદ તમામ દુકાનો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવતાં તેની અમલવારી કરવામાં આવી હતી. આજે શહેરના બી.કે.રોડ પરની દુકાનો સ્વયંભૂ બંધ રહી હતી.

વેપારી મંડળના નિર્ણયને શહેરમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આજે બપોર બાદ કરિયાણા, કપડાં, વાસણ અને પ્લાસ્ટીક સહિતની મોટાભાગની દુકાનો બંધ જોવા મળી હતી. કોરોનાથી બચવા બપોર બાદ આવશ્યક કામ સિવાય બહાર ન જવા જનતાએ નિર્ણય કર્યો હોવાની ઘટના સ્પષ્ટ થઇ છે. કોરોના વાયરસનો આતંક છેલ્લા ત્રણ મહિનાથી યથાવત હોઇ વેપારી સહિતના લોકોએ ભારે મુંઝવણ વચ્ચે કોવિડ ગાઇડલાઇનનો કડકપણે અમલ કરવાની શરૂઆત કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.