
મહેસાણા નગરપાલિકાએ સ્વ સહાય જૂથની 30 મહિલાઓને વોટર ટ્રીટમેટ પ્લાન્ટની સ્થળ મુલાકાત કરાવી
આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા અમૃત 2.0 હેઠળ મહેસાણા નગરપાલિકા દ્વારા જળ દિવાળી કાર્યક્રમ નિમિત્તે નગરપાલિકા વિસ્તારની સખી મંડળની 30 બહેનોને દેદિયાસણ ખાતે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ નિગમ હસ્તક બનાવેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થળ મુલાકાત કરવા આવી તેમજ ત્યાંના અધિકારી દ્રારા આ પ્લાન્ટ વિષે સમજ આપી હતી.મહેસાણા નગરપાલિકામા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત ત્રી દિવસીય જલ દિવાળીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જલ દિવાળીના ભાગ રૂપે મહેસાણા નગરપાલિકા દ્વારા વુમન ફોટા વોટર અને વોટર ફોર વુમન થીમ પર સ્વ સહાય જૂથની 30 મહિલાઓને દેદીયાસણ ખાતે આવેલ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરાવવામાં આવી હતી.
રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ ઉજવાતા 7 થી 9 ડિસેમ્બર સુધીના ત્રી દિવસીય જલ દિવાળી કાર્યક્રમ અંતર્ગત તા 7મી નવેમ્બરના રોજ પાલિકા વિસ્તાર સ્વ સહાય જૂથની 30 મહિલાઓને દેદીયાસણ ખાતે આવેલ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરાવવામાં આવશે.જેમાં મહિલાઓને પાણીના શુદ્ધિકરણ ની સામગ્રી પ્રક્રિયા અને પાણીની ગુણવત્તા મામલે માર્ગદર્શન કરાવવામાં આવનાર છે.