
મહેસાણા LCBટીમે અલદેસણ ગામની સીમમાંથી દરોડા પાડી વિદેશી દારૂ ઝડપ્યો
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અલદેસણ ગામની સીમમાં કેટલાક ઈસમો ગાડીઓ પર અને એક્ટિવા પર વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે.બાતમી આધારે પોલીસના દરોડા જોઈ તમામ આરોપીઓ પોતાની ગાડી રસ્તા વચ્ચે મૂકી ને રફુચક્કર થઈ ગયા હતા.સમગ્ર મમાલે પોલીસે 5.38 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.તમેજ આ કેસમાં ચાર ઈસમો ને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધાવ્યો હતો.
મહેસાણા એલસીબી ટીમના માણસોને મળેલ બાતમી આધારે તેઓએ કડી તાલુકાના અલદેસણ ગામની સીમમાં ચાલતા વિદેશી દારૂના કટીંગ દરમિયાન દરોડા પાડયા હતા.જેમાં દરોડા દરમિયાન ગાડીનો ડ્રાઈવર ઠાકોર ચેતનજી,ઠાકોર અજયજી,કાચા નેળીયા માં પોલીસને જોઈ પોતાની ગાડી ત્યાં જ મૂકી ફરાર થઇ ગયા હતા.તેમજ તેમજ GJ02DS4841 એક્ટિવા ચાલક ઠાકોર રણજીત અને ઠાકોર પ્રકાશ પણ અંધારાનો લાભ લઇ એક્ટિવા લઈ ભાગી ગયા હતા.પોલીસે તપાસ દરમિયાન સ્થળ પરથી 5 લાખની સ્વીફ્ટ ગાડી,ગાડી માંથી 28,968 કિંમતનો વિદેશી દારૂ,તેમજ એક ફોન કિંમત 10,000 મળી કુલ 5,38,968 કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો,સમગ્ર કેસમાં પોલીસે ઠાકોર ચેતનજી વેલાજી,ઠાકોર અજયજી રોહિતજી,ઠાકોર રણજીતજી વેલાજી,ઠાકોર પ્રકાશજી કાળુંજી સામે ગુનો નોંધી તપાસ આદરી હતી.