
મહેસાણા LCB ટીમે 9 માસ અગાઉ કાંસા ગામથી ચોરી કરેલા બાઈક સાથે એક તસ્કરને ઝડપ્યો
મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચોરી ના બાઈક સાથે એક તસ્કર ને ઝડપી લીધો છે.તપાસ દરમિયાન બાઈક 9 માસ અગાઉ વિસનગર તાલુકાના કાંસા ગામ ખાતેથી ચોરી કર્યા બાદ તસ્કર ફરાર થઈ ગયો હતો.જ્યાં ચોરીના બાઈક સાથે આરોપી મહેસાણા બાજુ આવતા. મહેસાણા એલસીબી ટીમે તેણે દબોચી લીધો હતો.
મહેસાણા એલસીબી ટીમના માણસોને બાતમી મળી હતી કે મહેસાણા લિંક રોડ પર ઉમાનગર સોસાયટીમાં એક ઈસમ પલ્સર બાઈક લઇ ઉભો છે.પોલીસે સ્થળ પર જઇ સોલંકી રાહુલ કુમાર ને ઝડપી લીધો હતો.પોલીસ પૂછપરછ દરમિયાન ચોરી કબુલત કરી હતી કે નવ માસ અગાઉ કાંસા ગામ માં આવેલા એક મકાન આગળ પાર્ક કરેલ બાઇકની ચોરી કરી હતી. સમગ્ર કેસમાં મહેસાણા એલસીબી ટીમે RJ11sk4229 નમ્બર નું 25,000 કિંમત નું બાઈક કબ્જે કરી વધુ તપાસ આદરી છે.