
મહેસાણા LCBએ સાઇલેન્સર તેમજ ગાડીઓના ડાયનેમો ચોરી કરનાર પાંચને ઝડપી પાડ્યા
મહેસાણા એલસીબી ટીમના માણસો બેચરાજી તાલુકા પોલીસની હદમાં પેટ્રોલીગ પર હતા એ દરમિયાન કિરણજી થતા પો.કો અક્ષયસિંહ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે કાલરી ચડાસણા રોડ પર ઇકો ગાડીમાં શંકાસ્પદ હાલતમાં પાંચ ઈસમો બેસ્યા છે.અને તેઓ કોઈ ગુન્હો કરવાની કોશિશ યા કોઈ ગુન્હો કરી આવ્યા હોવાની શંકા જતા મહેસાણા એલસીબી ટીમના માણસો બાતમી વાળી જગ્યા પર આવી કોર્ડન કરી પાંચ ઇસમોને ઝડપી લીધા હતા.
પોલીસની તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી ગોળાકાર રિલ નંગ 19,ફોરવહીલ ગાડીના અલગ અલગ પ્રકારના ડાયનેમો નંગ 6,ફોર વહીલ ગાડીના 21 કી સેટ મળી આવ્યા તેમજ આ તમામ ઈસમો પાસે એક ઇકો પણ પોલીસ કબ્જે કરી હતી.સમગ્ર કેસમાં પોલીસે ઇકો ગાડી GJ02DA9190 કિંમત 3 લાખ,સાઇલન્સર માટીના 19 રિલ કિંમત 95 હજાર,ગાડીઓના અલગ અલગ પ્રકારના ડાયનેમો નંગ 6 કિંમત 18,000,.ગાડીઓની કી સેટ નંગ 21 કિંમત 63,000,.મોબાઈલ નંગ 6 કિંમત 35,000 મળી કુલ 5,11 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સમગ્ર કેસમાં પોલીસે ઠાકોર હર્ષદ રમેશજી,ઠાકોર પ્રકાશજી રામજી ભાઈ,ઠાકોર શૈલેષજી મંગાજી,ઠાકોર પ્રકાશજી વરસંગજી,ઠાકોર સંજયજી ચેહરજી ને ઝડપી વધુ તપાસ આદરી છે.