મહેસાણામાં હવામાન ખાતાની આગાહી મુજબ વહેલી સવારથી ધીમીધારે વરસાદ

મહેસાણા
મહેસાણા

મહેસાણા જીલ્લામાં હવામાન ખાતાની આગાહી મુજબ વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જોકે બપોરના સમગે ધોધમાર વરસાદ વરસતાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. આ તરફ મેઘરાજની પધરામણી થતાં પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. આજે મહેસાણા, વડનગર, વિસનગર અને ઊંઝા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ તરફ શહેરનું ગોપીનાળું દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરાઇ જતાં અનેક મુશ્કેલી સર્જાઇ હતી. જેમાં એક તરફનું નાળું બંધ કરી બીજી તરફનું ખુલ્લુ રખાતાં વાહનોની લાંબી કતાર લાગી હતી. આ સાથે ઊંઝામાં પણ ભારે વરસાદ આવ્યો હોઇ અંડરબ્રિજમાં પાણી ભરાઇ જતાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.

મહેસાણામાં વરસાદ વરસી રહ્યો છે. બપોરના સમયે આવેલા ધોધમાર વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાઇ ગયા હતા. આ તરફ શહેરના ગોપીનાળામાં વરસાદી પાણી ભરાતાં એક તરફનું નાળું બંધ કરાયુ હતુ. જોકે બીજી તરફનું નાળું ચાલુ રખાયું હોવાન વાહનચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ તરફ હવામાન વિભાગે હજી પણ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.