
મહેસાણા જિલ્લા પંચાયતની સમિતિઓની રચના કરવામાં આવી
ભાજપ શાસિત જિલ્લા પંચાયતમાં આજે સમિતિઓની લઈ સામાન્ય સભા યોજવામાં આવી જેમાં વિવિધ સમિતિઓ અને સભ્યો જાહેર કરવામાં આવ્યા હતા.આ સામાન્ય સભામાં ભાજપ ધારાસભ્યો અને સંગઠન અગ્રણીઓની ઉપસ્થિતમાં સમિતિ જાહેર કરવામાં આવી હતી. જેમાં શિક્ષણ સમિતિ જાહેર કરાઈ,આરોગ્ય સમિતિ,બાંધકામ સમિતિ,સામાજિક ન્યાય સમિતિ,મહિલા અને બાળ વિકાસ સમિતિ,અપીલ સમિતિ,ઉત્પાદન સિંચાઈ અને સહકાર સમિતિ જાહેર કરાઈ હતી.
ડી.ડી.ઓ ડો ઓમ પ્રકાશે જણાવ્યું કે જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં સમિતિઓની રચના કરી અને ફરજોની ડેલીગેસન અને તમામ સમિતિના સભ્ય સચિવ હશે એના માટે આજે સામાન્ય સભા મળી છે.આજની સામાન્ય સભામાં વિવિધ સમિતિઓના સર્વાનુમતે સામાન્ય સભા દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા છે.આ તમામ સભ્ય પોતાની સબ કમિટી હેઠળ પોતાના સમિતિના ચેરમેનની રચના કરશે ત્યારબાદ જિલ્લા પંચાયતના જે સમિતિઓની લગતા કર્યો છે તે આ સમિતિ મારફતે આગળ વધશે