મહેસાણા: ઘરે બેઠાં ભણવા પ્રથમવાર જીલ્લા પંચાયતે એપ બનાવી

મહેસાણા
મહેસાણા

કોરોના મહામારી વચ્ચે મહેસાણામાં વિદ્યાર્થીઓ માટે જીલ્લા વિકાસ અધિકારી દ્વારા “Study At Home” એપ્લિકેશન લોન્ચ કરાઇ છે. જીલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીની પ્રેરણા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલના માર્ગદર્શન તેમજ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પુલકિતભાઈ જોશીના સહયોગ હેઠળ મહેસાણા જિલ્લાના શિક્ષકો દ્વારા ‘Study At Home’ એપ્લિકેશન તૈયાર કરી છે. જિલ્લાના ધોરણ 03 થી 08 તથા 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી એપ્લિકેશન આજે જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ લોન્ચ કરાઇ હતી.

મહેસાણા જીલ્લા વિકાસ અધિકારીની પ્રેરણા અને માર્ગદર્શનથી વિધાર્થીઓ માટે રાજ્યમાં પ્રેરણાદાયી પ્રયોગ કરવામાં આવ્યો છે. કોરોના વાયરસ સંક્રમણ અટકાયતી પગલાંના ભાગરૂપે જિલ્લામાં શાળાઓ બંધ છે. આ સમયે વિધાર્થીઓ આનંદ સાથે અભ્યાસ કરી શકે તે માટે મહેસાણા જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષક ડૉ. મિહિર એન. સોલંકી, ઉ.શિ.મહેસાણા પ્રાથમિક શાળા નં.3 અને રવિ પટેલ સી.આર.સી કો.ઓ.સૂરજ, તા.જોટાણા દ્વારા એપ્લિકેશન તૈયાર કરાઇ છે. આ એપ્લિકેશનમાં વિદ્યાર્થીઓએ કરેલ અભ્યાસ સારી રીતે કરી શકે તે માટે વિગતવાર પ્રશ્નો પણ મૂકવામાં આવેલ છે. જેમાં ક્વિઝ સાહિત્ય નિર્માણ માટે સૂરજ ટીમના નિમેશભાઈ, દિપકભાઇ, ભરતભાઈ, સંજયભાઈ, સોનલબેન, દિપ્તીબેન, મુકુંદભાઈ, પ્રફુલ્લભાઈ, નેહાબેન, ભરતભાઈ, મિનાબેન, બીપીનભાઈ તથા જાગૃતિબેનનો સહકાર મળ્યો હતો.

આ એપ્લિકેશનથી બાળકો આનંદ સાથે પોતાનું સ્વમૂલ્યાંકન કરી શકે છે. આ ઉપરાંત બાળકો માટે કોરોના સંક્રમણ સાવચેતીના ભાગરૂપે સંદેશ આપવાની સાથે બાળકો જાતે પોતાનું પરીણામ જાણી અને ઘર બેઠા ઓનલાઇન ગેમ રમી શકે તે માટે નવતર પ્રયોગ મહેસાણા જિલ્લામાં કરાયો છે. આ એપ્લીકેશન પ્લેસ્ટોર પરથી ડાઉન કરી શકાય છે. પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરવા માટે
https://play.google.com/store/apps/detailsid=appinventor.ai_Mihir181087.LearnAtHome
લીન્ક પરથી ડાઉનલોડ થઇ શકશે. જેમાં ધોરણ 03 થી 08 વિધાર્થીઓને અભ્યાસલક્ષી સાહિત્ય પુરું પાડવામાં આવી રહ્યું છે. આ એપ્લિકેશનમાં પણ આ પીડીએફ સાહિત્યનો સમાવેશ કરવામાં આવેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.