કડી પંથકની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને મહેસાણા કોર્ટ 20 વર્ષની સજા ફટકારી
મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટ એક મહત્વનો ચુકાદો આજે આપ્યો છે. જેમાં વર્ષ 2021 દરમિયાન સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં આરોપીને સજા ફટકારી છે. આરોપી મેહુલ ઠાકોરને મહેસાણા પોક્સો કોર્ટ 20 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો છે.
5 માર્ચ 2021ના રોજ કડી પંથકની એક 16 વર્ષીય સગીરાને આરોપી મેહુલ ઠાકોરે લાલચાવી ફોસલાવી દુષ્કર્મ કરવાના ઈરાદે ભગાડી ગયો હતો. બાદમાં કડી તાલુકાના એક ગામની સીમમાં આવેલી ઓરડીમાં સગીરાને રાખી અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપીએ અગાઉ પણ ફરિયાદ નોંધાયા પહેલા ખેતરોમાં અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. સમગ્ર કેસમાં મહેસાણા સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ ચેલજી ભાઈ ચૌધરીએ કોર્ટ સમક્ષ દલીલો રજુ કરી હતી. તેમજ કોર્ટમાં તેઓએ 16 સાહેદો તપસ્યા હતા અને 21 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. સમગ્ર મામલે કોર્ટ આરોપી મેહુલ ઠાકોરને 20 વર્ષની સખત કેદની સજા અને 10,000 રૂપિયા દંડ ફટકાર્યો હતો.