મહેસાણા: કોરોનો વિસ્ફોટ, આજે એકસાથે 15 નવા કેસ આવ્યાં

મહેસાણા
corona
મહેસાણા 146

મહેસાણા જીલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં વિસ્ફોટ ઉપર વિસ્ફોટ થઇ રહ્યો હોય તેમ આજે એકસાથે 15 કોરોના દર્દી સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. 5 તાલુકામાં નવા 15 કોરોના દર્દી સામે આવતાં પરિજનોમાં ફફડાટ પેઠો છે. 15 દર્દી પૈકી 1 અમદાવાદ, 4 કડી, 3 મહેસાણા અને 5ને વડનગર કોવિડ હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. પોઝિટીવ દર્દીઓની હીસ્ટ્રીને પગલે સરેરાશ 30 થી વધુ શંકાસ્પદ બને તેવી સંભાવના છે.

મહેસાણા જીલ્લાના શહેર અને ગ્રામ્ય પંથકમાં આજે કોરોના વાયરસના 15 દર્દીનો ખુલાસો થયો છે. જેમાં મહેસાણા શહેર-4, વિજાપુરના પામોલમાં-1 અને પિલવાઇમાં-1, કડી શહેર- 4, કડીના વામજમાં-1 અને સેદરડીમાં-1, વિસનગર તાલુકાના કાંસા-1, કુવાસણા-1, સવાલામાં-1 મળી નવા 15 કેસ ઉમેરાયા છે. જેમાં દર વખતની માફક સૌથી વધુ મહેસાણા અને કડી શહેરમાં કોરોના વાયરસનો ત્રાસ અવિરત બન્યો છે. નવા કેસોને પગલે જીલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 386 કેસો નોંધાયા છે.

અનલોકમાં મળેલી છૂટને કારણે આવન-જાવન બેફામ બનતાં દરરોજ નવા કેસો સામે આવતાં સંક્રમણનો ફેલાવો અટકાવવો જરૂરી બન્યો છે. આ તરફ આજે મહેસાણા જીલ્લામાં એક દર્દી સાજાં થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અત્યાર સુધી મહેસાણા જીલ્લામાં કોરોનાગ્રસ્ત 234 દર્દીઓ સારવાર દરમ્યાન સાજા થતાં તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ તરફ હાલ જીલ્લામાં કોરોના વાયરસના 119 કેસ એક્ટિવ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.