
અંબાજી ભાદરવી પૂનમના પદયાત્રીઓ માટે તાલુકા આરોગ્ય કચેરી ખેરાલુ દ્વારા મેડિકલ કેમ્પ શરુ કરાયો
ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય શાખા મહેસાણાના તાલુકા આરોગ્ય કચેરી ખેરાલુ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ગેટ આગળ અને અરઠી બસ સ્ટેન્ડ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ભાદરવી પૂનમનો મેળો યોજાવા જઈ રહ્યો છે.ત્યારે હવે અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો આનંદ અને ઉત્સાહથી યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે.તારીખ 23 થી 29 સપ્ટેમ્બર દરમ્યાન યોજાનાર અંબાજી ભાદરવી પૂનમના મેળા અંગેનુ પ્લાનિંગ કરાયું છે.એ અંતર્ગત ગુજરાત સરકાર ના આરોગ્ય શાખા મહેસાણા ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કાપડિયા ના માર્ગદર્શન મુજબ તાલુકા આરોગ્ય કચેરી ખેરાલુ ડો.અલકેશ.બી શાહની દેખરેખ હેઠળ ખેરાલુ સામુહિક આરોગ્ય કેન્દ્ર ગેટ પાસે મેડિકલ ઓફિસર ડો.હેમેન્દ્રભાઈ ચૌધરીની હાજરીમાં મેડિકલ કેમ્પ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડભોડાના મેડિકલ ઓફિસર ડો.શ્રધ્ધાબેનની હાજરીમાં અરઠી બસ સ્ટેન્ડ ખાતે મોબાઈલ ટિમ પણ ખેરાલુ થી ડભોડા સુધી તાલુકા સુપરવાઈઝર ડી.કે.પટેલની હાજરી માં કામગીરી કરી રહ્યા છે.
તારીખ 22 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કર્મચારી દ્વારા સ્થળ પર સારવાર મળી રહે માટે કામગીરી કરી કરવામાં આવે છે. કેમ્પમાં ડો.જગદીશભાઈ પ્રજાપતિ આયુષ મેડિકલ ઓફિસર અને ફિમેલ હેલ્થ વર્કર નીલમબેન તેમજ સીએચઓ જાગૃતિબેન હાજર રહી સારવાર આપી હતી આ સાથે જિલ્લા SBCC નિલેશભાઈના માર્ગદર્શન હેઠળ IEC આયુષમાન ભવ: પોગ્રામ અન્વયે PMJAY આયુષમાનકાર્ડની જનજાગૃતિ આવે એના માટે પદયાત્રીઓ ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.