મહેસાણા તાલુકા પંચાયતની વડસ્મા બેઠક કોંગ્રેસે મેળવી

મહેસાણા
મહેસાણા 45

મહેસાણા તાલુકા પંચાયતની વડસ્મા બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી છે. જેમાં કોંગ્રેસના નટવરજી મકવાણાએ ભાજપના નારણજી ચાવડાને 215 મતે હાર આપી છે. જેમાં ગત માર્ચમાં આ બેઠક પરથી વિજેતા ભાજપના દિલીપજી ચાવડાનું કોરોનાથી અવસાન થતાં પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં વિજેતા બનતાં કોંગ્રેસની સભ્ય સંખ્યા 9 થી વધી 10 થઇ જવા પામી છે. આમ ભાજપ શાસિત મહેસાણા તાલુકા પંચાયતની વડસ્મા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસના નટવરજી કાળાજી મકવાણાને 2364, ભાજપના નારણજી ગોપાળજી ચાવડાને 2149 અને આપના ઈશ્વરજી જીલુજી ચાવડાને 770 મત મળતાં કોંગ્રેસના નટવરજી મકવાણાને 215 મતે વિજયી જાહેર કરાયા હતા. જ્યારે 87 મત નોટામાં પડ્યા હતા.​​​​​


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.