મહેસાણાના કસલપુર ONGC ખાતે ગેસ લીકેજના કારણે લોકોને મુશ્કેલી થઈ

મહેસાણા
મહેસાણા

મહેસાણાના કસલપુર ગામ ખાતે ઓએનજીસીના કૂવાના સમારકામ દરમિયાન ગેસ લીકેજના કારણે લોકોને ભારે મુશ્કેલી અનુભવાઈ હતી. ત્યારે ઓએનજીસીના વેલમાં રાત્રે વિસ્ફોટ થયો હતો અને ત્યારબાદ ગેસ લીકેજ થવાના કારણે નાસભાગ મચી ગઈ હતી.ગેસ લીકેજના કારણે લોકોને આંખોમાં તેમજ ગળામાં બળતરા થવા લાગી હતી,જેના કારણે તંત્ર દોડતું થઈ ગયું હતું.આ સાથે ઓએનજીસીના કૂવા સુધી જવાના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.જેમાં બાળકોથી માંડીને મોટી ઉંમરના તમામ લોકોને રાતે આ પ્રકારની મુશ્કેલી અનુભવાઈ હતી અને સૌ દવાખાને ધસી ગયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.