મહેસાણાથી પસાર થતી લોકલ અને ડેમુ ટ્રેનમાં પાસની સુવિધા શરૂ કરવામા આવી

મહેસાણા
મહેસાણા

મહેસાણા રેલવે સ્ટેશન પસાર થતી લોકલ ડેમુ અને મેમુ ટ્રેનોમાં પાસ સુવિધા શરૂ કરવામા આવી છે. આમ 10 લોકલ અને 10 ડેમુ તેમજ મેમુ ટ્રેનોમાં પાસની સુવિધા મળી રહેશે. જેમા પાસની સુવિધા શરૂ કરવાના કારણે નોકરીયાતો મોટી રાહત થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. પશ્ચિમ રેલવે અંતર્ગત અમદાવાદની ડીઆરએમ ઓફિસ દ્વારા જાહેર કરવામા આવેલા પરિપત્રમાં 15 સપ્ટેમ્બરથી અનરીઝર્વ્ડ એટલે કે લોકલ ટ્રેનોમાં એમએસટી ટિકિટની વ્યવસ્થા શરૂ કરવામા આવી છે. આમ કોરોનાના કારણે ટ્રેન સેવા બંધ કરી દેવામાં આવી હતી. જ્યારે સાથે સાથે સ્પેશ્યલ અને લોકલ ટ્રેનમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિત રિઝર્વેશન ફરજીયાત કરાયું હતું. જેમાં પાસ સેવા બંધ કરી દેવામાં આવી હતી. મહેસાણા રેલ્વે સ્ટેશનેથી પાસ સુવિધા શરૂ કરાતાં કાયમી અપડાઉન કરતા લોકોને ફાયદો થશે. મહેસાણા રેલ્વે સ્ટેશનથી અમદાવાદ, કલોલ તેમજ પાટણ રૂટ પર કાયમી મુસાફરો અપડાઉન કરતા હોય છે. જ્યાં પાસ સેવા બંધ થતાં કાયમી મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. તેવા સમયે રેલવે વિભાગ દ્વારા ડેમુ ટ્રેનના પાસ શરૂ કરતાં કાયમી મુસાફરી કરતા પંથકના લોકોને ફાયદો થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.