
મહેસાણા જિલ્લામાં શ્રમિક અન્નપુર્ણા યોજનાના ભોજન કેન્દ્રો કાર્યરત કરાશે
ગુજરાત રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમિકો માટે શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા તા.8 ઓક્ટોબર 2022થી 22 કડીયાનાકા અને તા.29-12-2022થી 29 કડીયા નાકા સહિત 51 કડીયા નાકા પર શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત ભોજન પૂરું પાડવામાં આવે છે.ત્યારે તા.8-10-2022થી આજદિન સુધી 2.90 લાખ કરતાં વધુ શ્રમિકો દ્વારા શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત ભોજન લેવામાં આવ્યું છે.જેમાં શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત 2017થી અત્યારસુધી 1.18 કરોડ જેટલું ભોજન વિતરણ કરાઈ ચૂક્યું છે.ત્યારે મહેસાણા જિલ્લા ખાતે તા.30 જાન્યુઆરીના રોજ 6 કડીયા નાકા કેન્દ્રો કાર્યરત થવાના છે.જેમાં મોઢેરા ચોકડી-મહેસાણા, રાધનપુર ચોકડી-મહેસાણા,પરા ટાવર-મહેસાણા,અમરપુરા-મહેસાણા,સવાલા દરવાજા-વિસનગર અને ઐઠોર ચોકડી-ઊંઝા ખાતે સવારે 9 કલાકે શરૂ થવાના છે.