વિસનગરના મગરોડા ગામે દરવાજાનું તાળું તોડી 36 હજાર રોકડની ચોરી કરી તસ્કરો ફરાર

મહેસાણા
મહેસાણા

વિસનગર તાલુકાના મગરોડા ગામે આવેલી ડેરીમાં અજાણ્યા ચોર ઈસમોએ ડેરીમાં દરવાજાનું તાળું તોડી તિજોરીમાં પડેલા રોકડ રકમ તેમજ વીજીટર પેટે તેમજ ઘી પેટે પડેલી રોકડ તેમજ સાગર ઘી ઓફિસ મળી કુલ 36,275 રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જતાં ડેરીના કાર્યકારી મંત્રીએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મગરોડા ગામના ઠાકોર રણજીતજી તેજાજી ગામમાં આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં કાર્યકારી મંત્રી તરીકે ફરજ બજાવે છે. જેઓ પોતાના ઘરે 30 માર્ચના હાજર હતા. તે દરમિયાન ડેરીમાં સાગરદાણ વેચાણ કરતા ક્લાર્ક ચૌધરી બાબુ દેવરાજભાઈનો ફોન આવતા જણાવ્યું કે ડેરીમાં ચોરી થઈ છે. જ્યાં તાત્કાલિક રણજીતજી ડેરી પર પહોંચી જોતા મેઈન ગેટનું તાળું તોડી કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ડેરીમાં પ્રવેશ કરી ઓફિસના દરવાજાનું તાળું તોડી તિજોરીમાં મુકેલી રૂ. 6500 રોકડ તેમજ બાજુના ટેબલમાંથી વિજીટર પેટે તથા પશુ ઘી પેટે રૂ. 26,775 તેમજ સાગર ઘી ની ઓફિસમાંથી 3000 ની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જ્યાં સીસીટીવી ચેક કરતા ફૂટેજ પણ બંધ જણાયું હતું.

આમ રાત્રીના સમયે અજાણ્યા ચોર ઈસમોએ ડેરીમાં પ્રવેશ કરી તાળું તોડી કુલ રૂ.36,275ની ચોરી કરી ફરાર થઈ જતાં આ બનાવ અંગે ડેરીના કાર્યકારી મંત્રી રણજીતજી ઠાકોર વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.