ઉનાવા હાઈવે પર લુટની ઘટના બનતાં ચકચાર : બે સામે પોલીસ ફરિયાદ
ઊંઝા તાલુકાના ઉનાવા ગામે રામનગર સોસાયટીમાં રહેતા સંદીપ અમૃતલાલ પટેલ ઊંઝા શિલ્પ આર્કેડ ખાતે સાત્વિક એન્ટરપ્રાઇઝમાં જીરૂ વરીયાળીના કમિશન એજન્ટનું કામ કરે છે. સાંજે ઓફીસ બંધ કરી કમિશન દલાલ પેટે મેળવેલ રોકડ રકમ બાર હજાર રૂપિયા અને સોનાના દાગીના હેન્ડબેગમાં હતા. જ્યાં બાઈક પર ઉનાવા હાઇવેથી બાયપાસ થઈ ચાની ફેકટરી આગળ આવેલ સર્વિસ રોડ પર વળાંકમાં બાઇક ધીમુ કર્યુ હતું. સફેદ કલરનો શર્ટ પહેરેલ બાઈકને લાત મારતાં બેલેન્સન રહેતાં બાઇક નીચે પડી ગયું હતું. બન્ને ઈસમોએ સંદીપે પહેરેલ સોનાની ચેઇન લુંટ કરવા જતાં હાથ પકડી લેતા ઝપાજપી કરી હતી.
બાદ સંદીપે ખભે ભરાવેલ હેન્ડબેગ રોકડ રકમ રૂપિયા બાર હજાર તેમજ સોનાના દાગીના વજન આશરે એક તોલા કિંમત રૂપિયા ૬૭,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૭૯,૦૦૦ ની લુંટ કરી બાઈક લઈ નાસવા જતા હેન્ડબેગ પકડી પાડી સફેદ જેવો શર્ટ પહેરેલ ઈસમે કમરમાંથી છરો કાઢી પીઠના ભાગે છરો મારી લુંટ ચલાવી આબાદ ફરાર થઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે ઉનાવા પોલીસે જયેશભાઈ કિશનભાઈ પરમાર તથા આકાશજી અશોકજી ઠાકોર બંને રહે.બિલિયા સામે લુંટનો ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઇ કે.જી.ચૌધરીએ હાથ ધરી છે.