
મહેસાણા જિલ્લાના 13 અનડિટેક્ટ વાહન ચોરીના આરોપીને લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો
મહેસાણા જિલ્લામાં થયેલ 13 બાઈક ચોરીના આરોપીને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિસનગરના દેણપ ચોકડી પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. જેમાં તેની પૂછપરછ કરતા વિસનગર, ઊંઝા તેમજ વડનગરમાંથી 13 બાઈકની ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે 3.84 લાખનો મુદ્દામાલ રિક્વર કરી આરોપીને રિમાન્ડમાં મોકલી આપ્યો છે. જે અંગે વિસનગર ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણે પ્રેસ યોજી માહિતી આપી હતી.
મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીની સૂચનાથી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પી.આઇ એ.યુ. રોઝ, પી.એસ.આઇ એમ.ડી.ડાભી સહિત સ્ટાફના માણસો વિસનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે ઠાકોર જયદીપજી ભરતજી (રહે. રણછોડપુરા તા. ઊંઝા)એ દેણપથી વિસનગર તરફ નંબર વગરનું સ્પેલન્ડર પ્લસ બાઈક લઈ આવી રહેલ છે. તે બાતમીના આધારે દેણપ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન મોટર સાયકલ લઈને આવતા જયદીપજીને પોલીસે ઝડપી લીધો હતો. જેની પૂછપરછ કરતા બાઇક ચોરીનું હોવાનું જણાવ્યું હતું. તેમજ વધુ પૂછપરછ કરતાં બીજા પણ 13 બાઈકની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. જેમાં પોલીસે તમામ 13 બાઈક 3.84 લાખનો મુદ્દામાલ રીક્વર કરી જયદીપજીને વધુ પૂછપરછ માટે રિમાન્ડ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.આમ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિસનગર શહેર, ઊંઝા શહેર તેમજ વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના વાહન ચોરીના 13 અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢી 13 બાઈક કીંમત રૂ. 3.84 લાખ મુદ્દામાલ કબજે કરી પ્રશંસનીય કામગીરી કરી છે.