મહેસાણામાં ઘરફોડ ચોરી કેસમાં નાસતો ફરતો આરોપીને LCBની ટીમે ખેરાલુથી ઝડપાયો
મહેસાણા એલસીબી ટીમના માણસો ખેરાલુ ખાતે પેટ્રોલીગ પર હતા. એ દરમિયાન ASI રાકેશસિંહ તથા પાર્થ કુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઘરફોડ ચોરી કેસમાં ખેરાલુ તાલુકા પોલીસમાં નોંધાયેલા કેસનો આરોપી જાદવ સુરપાલ સિંહ ઉર્ફ સુપાજી ખેરાલુ સિદ્ધપુર ચોકડી બસ સ્ટોપ પાસે છે. જેથી પોલીસે સમગ્ર મામલે સ્થળપર જઈ કોર્ડન કરી જાદવ સુરપાલ સિંહને ઝડપી લીધો હતો અને ખેરાલુ પોલીસને સોંપવામાં આવ્યો હતો.