મહેસાણા નજીક LCBએ વિદેશી દારૂ જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
વિજાપુરના પિલવાઈ ગામની સીમમાંથી ખેતરમાં સંતાડેલો વિદેશી દારૂના 38 હજારના જથ્થા સાથે એક શખ્સને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો થે. સ્થાનિક પોલીસ ઉંઘતી રહી અને મહેસાણા એલસીબીએ કાર્યવાહી કરતાં સ્થાનિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.
વિજાપુર તાલુકામાં અપ્તાહ અગાઉ ગાંધીનગર સ્ટેસ્ટ મોનીટરીંગ સેલની ટીમે અને જિલ્લા એલસીબી પોલીએ વરલી મટકાના જુગાર રમતા જુગારીને ઝડપી લીધા હતા. જ્યારે ફરી એકવાર વિજાપુર પોલીસની નાક નીચેથી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે પિલવાઈમાં રેડ મારી વિહોલ સિદ્ધરાજ સિંહ ઉર્ફ રવિ સુરેશજીના ખેતરમાં સંતાડેલો બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો.