
લાઘણજ પોલીસે દારૂ ભરેલી ગાડીનો પીછો કરી લિંચ પાસેથી ઝડપી પાડી, 4.19 લાખનો મુદ્દામાલ જપ્ત
લાઘણજ પોલીસે બાતમી આધારે વિદેશી દારૂ ભરેલી ગાડીને લિંચ ગામેથી કોર્ડન કરી ઝડપી પાડી હતી. પોલીસને બાતમી મળેલ કે સફેદ ગાડીમાં વિદેશી દારૂ ભરી ગાડી અંબાસણ તરફથી લિંચ બાજુ આવનાર છે. જેથી પોલીસે ગાડીનો પીછો કરી તેને ઝડપી 4.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
લાઘણજ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, અંબાસણ તરફથી સફેદ સ્વીફ્ટ GJ07BB5265 નો ગાડી ચાલક વિદેશી દારૂ ભરીને અંબાસણ થી લિંચ બાજુ આવનાર છે. જેના આધારે પોલીસે લિંચ બસ સ્ટોપ પાસે ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસને જોઈ ગાડી ચલાકે લિંચ ગામમાં ગાડી ઘૂસાડી દીધી હતી. ત્યારે પોલીસે કોર્ડન કરી બારોટ વાસ પાસે ગાડી ચાલકને ઝડપી લીધો હતો. પોલીસે ગાડીમાં બેસેલા કુનહાલ જોરાજી ,વિક્રમ જી પ્રહલાદ જી ને ઝડપી લીધા હતા
ગાડીમાં તપાસ કરતા ડેકીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે 12000 કિંમતનો દારૂ, 7500 કિંમતનો ફોન, 4.00.000 કિંમતની ગાડી મળી કુલ 4,19,500 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.તમેજ બે સામે ગુનો દાખલ કર્યો હતો.