ઉંઝા નગરપાલિકામાં મજૂર- કામદારોને બે વર્ષથી નિમણૂક પત્રો નહીં મળતાં આક્રોશ

મહેસાણા
મહેસાણા

ઊંઝા,
ઉંઝા નગરપાલિકામાં મજૂર -કામદારોને બે વર્ષથી નિમણૂકપત્રો ( ઓર્ડર ) હક્કો, લાભો નહીં આપતાં તમામ વિભાગોની કામગીરી સ્થગિત રાખી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉગ્ર લડત આપી અન્યાય સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. ઉંઝા નગરપાલિકા માં હાલ ૧૦૦ થી વધારે કાયમી મહેકમમાં જગ્યાઓ ખાલી પડી છે જેની વર્ષોથી ભરતી કરવામાં આવી નથી. જેનેલઈને અનેક સવાલો ઉભા થયા છે.પાલિકાના ચીફઓફિસર, પ્રમુખને પાલિકામાં ફરજબજાવતા મજુર કામદારો .૧૫/૧૦/૨૦૨૦, તા. ૦૮/૦૩/૨૦૨૧, તા. ૨૩/૦૪ /૨૦૨૧ તેમજ અગાઊપણ ૧૦૦ થી વધારે સહીઓ સાથે નિમણૂક પત્રો ( ઓર્ડર ) હક્કો, લાભો સરકારશ્રીના તા.૧૭/૧૦/૮૮ ના ઠરાવ મુજબ આપવા અંગે વારંવાર લેખિત/મૌખિક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય રહેલ છે.ઉંઝાનગરપાલિકા એ જા.નં.૨૨૮૧/૧૮/૧૯ તા.૨૭/૦૨/૨૦૧૯ ના રોજ ૬૮ જગ્યાઓ ની ભરતી જાહેરાત સંસ્થા ના નોટિસ બોર્ડ, વર્તમાન પેપરમાં પ્રસિદ્ધ કરી ને ઉમેદવારો પાસેથી આર.પી.એડી.થી અરજી પત્રકો મંગાવેલા અરજી પત્રકો ભરવાની છેલ્લી તા.૧૪/૦૩/૨૦૧૯ હતી. ઉંઝા નગરપાલિકા એ મંજૂર થયેલી ૧૫ જગ્યાઓ ભરતી જાહેરાતમાં દર્શાવી અન્યાય કરેલ છે પાલિકાના સત્તાધીશો સામે આક્ષેપો કરાયા છે આ બાબતે રોજમદારો એ સંખ્યાબંધ રજૂઆતો ઊંઝા નગરપાલિકા, કલેકટર કચેરી મહેસાણા, ઉંઝા ધારાસભ્ય, કમિશનર મ્યુનિ. એડમીનીસ્ટ્રેશન ગાંધીનગર, મુખ્ય મંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ સરકારી વહીવટી વિભાગમાં કરેલ છે. ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય રહેવા પામ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.