
કડી પાલિકાએ રોડ રસ્તા ઉપર અડીંગો જમાવી બેઠેલા 33 પશુઓને પાંજરે પૂર્યા
કડી શહેરમાં જાહેર રોડ રસ્તા ઉપર અને જ્યાં જુઓ ત્યાં અડીંગો જમાવીને રઝળતા પશુઓની વિકટ સમસ્યા બનતી જઈ રહી છે. અત્ર તત્ર અત્ર તત્ર સર્વત્ર ઢોરના અડીંગા વાહન ચાલકો માટે અવરોધરૂપ બને છે, પરંતુ રોડ રસ્તા ઉપર ચાલીને જતા રાહદારીઓ માટે જોખમ રૂપી સાબિત થઈ રહ્યા છે. ક્યારેક ક્યારેક તો રોડ ઉપર અડીંગો જમાવીને બેઠેલા આંકડાઓના લડાઈનો નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે. જેવી અનેક ઘટનાઓ શહેર તેમજ તાલુકાની અંદર સામે આવી છે. જેને લઇ કડી પાલિકા દ્વારા ઢોર પકડીને પાંજરે પુરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.કડી પાલિકા દ્વારા છેલ્લા ઘણા મહિનાઓથી પશુ પકડી પાંજરે પુરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કડી શહેરના અનેક વિસ્તારોમાંથી ઢોર પાર્ટી દ્વારા પશુઓને પકડીને પાજરે પૂરવામાં આવ્યા હતા. કડી શહેરના જકાતનાકા, દડી સર્કલ, કમળ સર્કલ, હાઇવે ચાર રસ્તા, કરનગર રોડ શેફાલી સર્કલ જેવા અનેક વિસ્તારોમાંથી નગરપાલિકા દ્વારા આપેલા કોન્ટ્રાક્ટના માણસો દ્વારા રાત્રિ દરમિયાન રોડ ઉપર અડીંગો જમાવીને બેઠેલા ઢોરોને પકડીને પાંજરે પુર્યાં હતા.
કડી શહેરમાં વિવિધ જાહેર રોડ રસ્તાઓ ઉપર અડીંગો જમાવીને બેઠેલા પશુઓને લઈ લોકોમાં ભય સતાવી રહ્યો છે. જ્યાં રખડતા ઢોરોને લઈ અનેક વખત અકસ્માત પણ સામે આવ્યા છે. જેને લઇ કડી નગરપાલિકાના કોન્ટ્રાક્ટના માણસો દ્વારા રાત્રિ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાંથી ઓક્ટોબર મહિનામાં પશુઓને પકડી પાંજરે પૂર્યા હતા. કડી નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર કલ્પેશ આચાર્ય સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, ગઈકાલે 33 પશુઓને પાંજરે પુરવામાં આવ્યા હતા અને બધા જ પશુઓને અમદાવાદ પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવશે અને આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે.