કડી હાઈવે ચાર રસ્તાથી થોળ અંડરબ્રિજ સુધીનો રોડ પહોળો કરાશે

મહેસાણા
મહેસાણા

કડીના નાગરિકોને હાઈવે થી થોળ રોડ પર થતા ટ્રાફિકથી મુક્તિ મળશે. રૂ.2.50 કરોડની ગ્રાન્ટમાંથી હાઈવે ચાર રસ્તાથી થોળ રોડ અંડરબ્રિજ સુધી રોડની બાજુમાં બનાવેલી ફૂટપાથ કાપી બંને બાજુ દોઢથી બે મીટર રોડ પહોળો કરાશે. જે દરખાસ્તને આર એન્ડ બી વિભાગે મંજૂરી આપતાં નવા વર્ષના આરંભે કામ શરૂ કરવામાં આવશે તેવુ જણાવ્યું હતું. હાઈવે ચાર રસ્તાથી થોળ રોડ પર નંદાસણ અને છત્રાલ રોડ તરફના વાહનોના ભારે ધસારાને કારણે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. આમ અવાર- નવાર ટ્રાફિકના કારણે શહેરીજનો અને વાહનચાલકોના ઇંધણ ખર્ચ અને સમયનો વ્યય થાય છે. વર્તમાનમા થોળ રોડ 14 મીટરનો છે. જે રોડની બંને બાજુ આવેલી ફૂટપાથ દોઢથી બે મીટર કાપી રોડ 9-9 મીટરનો કરાતાં રોડની લંબાઇ 4 મીટર વધીને 18 મીટર થશે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા હળવી થશે. આ સિવાય રોડ વચ્ચે 1 મીટરનું ડિવાઈડર બનશે તેમજ અંડરબ્રિજમાં આરસીસી રોડનું નવિનીકરણ સહિતના કામ માટે રાજ્ય સરકારે રૂ.2.50 કરોડની ગ્રાન્ટ ફાળવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.