
મહેસાણા જિલ્લામાં ચાર દિવસીય સફાઇ ઝુંબેશના બીજા દિવસે ખેરાલુ ખાતે શ્રમદાનમાં જોડાયા
દેશના પ્રધાનમંત્રી આગામી 30 ઓક્ટોબરના રોજ કેશરપુરા ડભોડા ગામે સવારે 10 કલાકે ઉપસ્થિત રહી વિકાસ કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ કરનાર છે. પ્રધાનમંત્રી માદરે વતનના કાર્યક્રમના પગલે જિલ્લા વાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત 26 થી 29 ઓક્ટોબર સફાઇની મહાઝુંબેશ શરૂ કરાઇ છે. આ ઝુંબશના બીજા દિવસે રાજ્યના સહકારમંત્રી જગદીશ વિશ્વકર્માએ ખેરાલુ શહેર ખાતે ઉપસ્થિત રહી શ્રમદાન કર્યું હતું.
સહકારમંત્રી જગદીશ વિશ્વકર્માએ ઉમેર્યું હતું કે, દેશના પ્રધાનમંત્રીની મુલાકાતને પગલે જિલ્લામાં આનંદનો માહોલ છવાયો છે. સ્વચ્છતાના આગ્રહી દેશના પ્રધાનમંત્રીએ સેવેલ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારના સ્વપ્નને સાકાર કરવા મહેસાણા જિલ્લો કટીબધ્ધ બન્યો છે. મહેસાણા જિલ્લામાં ચાર દિવસીય સ્વચ્છતાના મહાઅભિયાનમાં જિલ્લાને સ્વચ્છ અને રળીયામણો કરવા માટે નાગરિકો અને જનપ્રતિનિધિઓ જોડાઇ રહ્યા છે.સહકારમંત્રી જગદીશ વિશ્વકર્માએ ખેરાલુ શહેરની ડેરીથી,દેસાઇ મહોલ્લો,તાલુકા પંચાયત થઇ ખેરાલુના બજારોમાં પગપાળા ફરી શ્રમદાન કર્યું હતું. મંત્રીની સાથે ખેરાલુના નાગરિકો પણ સ્વંયભૂ જોડાતા સ્વચ્છતા હી સેવા જમીન પર જોવા મળી હતી.સહકારમંત્રી જગદીશ વિશ્વકર્માએ ખેરાલુ શહેરના દુકાનો આગળથી,રસ્તા પરથી સહિત વિવિધ સ્થળોએ કચરો સાફ કરી સ્વચ્છ ખેરાલુ માટે લોકોને અપીલ કરી હતી.