ઉત્તર ગુજરાતનો જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની આવક 3056 ક્યુસેક નોંધાઇ

મહેસાણા
મહેસાણા

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જળાશયોમાં ભારે વરસાદના પગલે ભરપૂર આવક થઈ છે. તેની સામે ઉત્તર ગુજરાતનો જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જળાશયમાં ક્ષમતાના પ્રમાણમાં 43.77% પાણી એકત્રિત થયું છે. જેમાંથી હેઠવાસમાં કે ડાબા અને જમણા કાંઠાની નહેરોમાં પાણી છોડવાની શરૂઆત થઈ નથી કારણ કે ડેમ હજુ જળ સમૃદ્ધ બન્યો નથી, બીજી તરફ ઉપરવાસમાંથી જળાશયોમાં પાણીની આવક નહિવત માત્રામાં જ થઈ રહી છે. અરવલ્લીની ડુંગર માળાઓમાં અતિ ભારે વરસાદ નહીં થાય ત્યાં સુધી ધરોઈ ડેમમાં વધુ પાણીની આવક નહી થાય, કારણ કે ત્યાં જળાશયનો ઉપવાસનો અધિકાસ વિસ્તાર રાજસ્થાનમાં આવેલો છે.

ધરોઈ ડેમમાં પાણીની સપાટી 604.24 ફૂટે પહોંચી છે. મહેસાણા સહિત ડેમ વિસ્તારમાં વ્યાપક વરસાદ થયો હોવા છતાં હજુ સુધી ઉપરવાસના અરવલ્લીની ડુંગરમાળાઓમાં ભારે વરસાદ ન થતા જળાશયોમાં પાણીની આવક વધુ થઈ નથી, જેના કારણે ડેમમાં જળ સમાવાની મહત્તમ સપાટી 622 ફૂટની સામે હજુ 17.26 ફૂટ ડેમ ખાલી છે. ડેમમાં જમાવવા પાત્ર પાણીની મહત્તમ ક્ષમતા 813.14 મિલિયન ઘનમીટર સામે માત્ર 355.88 થયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.