
કડીના અણખોલ પાટીયા પાસે આવેલ ફેક્ટરીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન
કડી તાલુકાના અણખોલ પાટીયા પાસે આવેલ એક કાપડ બનાવવાની ફેક્ટરીમાં અચાનક અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી. ફેક્ટરીની અંદર કાપડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું અને અચાનક જ ભીષણ આગ લાગતા કર્મચારીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. જેને લઈ કર્મચારીઓ દ્વારા કડી નગરપાલિકામાં જાણ કરાતા પાલિકાના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આજ્ઞા કાબુમાં લીધી હતી.કડી છત્રાલ હાઈવે ઉપર આવેલ અણખોલ પાટીયા પાસે એશિયન ટ્યુબ ફેક્ટરીની સામે આવેલ રેશમા ફેબ્રિકેશન નામની કાપડ બનાવતી ફેક્ટરીમાં અચાનક જ ગુરુવારે બપોરના સમયે આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું અનુમાન લાગી રહ્યું છે. કાપડ બનાવતી ફેક્ટરીમાં અચાનક જ આગ લાગતા ફેક્ટરીને બંધ કરી દેવામાં આવી હતી. જ્યાં સર સામાન સલામત સ્થળે ખસેડવામાં કર્મચારીઓ ભાગદોડ કરી રહ્યા હતા.
કડી તાલુકાના અણખોલ પાટીયા પાસે આવેલ કાપડની ફેક્ટરીમાં અચાનક જ ફેક્ટરીના ઉપરના ભાગે આગની શરૂઆત થઈ હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ફેક્ટરીની અંદર કાપડ બનાવવાનું ચાલુ હતું જ્યાં ઉપરના ભાગેથી અચાનક જ આગ લાગી હતી અને આગે મોટું સ્વરૂપ ધારણ કરીને નીચેના ભાગે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફેક્ટરીની અંદર પડેલ કાપડ બનાવવાનો કાચો અને પાકો માલ બળીને ખાખ થઈ ગયો હતો. કાપડ બનાવતી કંપનીમાં અસંખ્ય કામદારો કામ કરી રહ્યા હતા અને અચાનક જ આજે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અચાનક જ આગ લાગતા કર્મચારીઓમાં ભય પસરી ગયો હતો.કંપનીના માલિક દ્વારા કડી પાલિકાને જાણ કરાતા કડી નગરપાલિકા તેમજ મહેસાણા નગરપાલિકાના 5 ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા. કલાકોની જહેમત બાદ આગને કર્મચારીઓ દ્વારા કાબુમાં લેવામાં આવી હતી. કાપડ બનાવતી ફેક્ટરીની અંદર અચાનક જ આગ ભભૂકતા લોકોના ટોળેટોળા એકઠાં થઈ ગયા હતા. તેમજ કર્મચારીઓમાં ભાગમદોળ મચી જવા પામી હતી. સદનસીબે મોટી જાનાહાની ટળી હતી.