વિસનગરમાં છેલ્લા 6 માસથી નાસતાં-ફરતાં ઇસમને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે દબોચ્યો

મહેસાણા
મહેસાણા 219

વિસનગર પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં નાસતાં ફરતાં ઇસમને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે દબોચી લીધો છે. વિગતો મુજબ મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, વિસનગર શહેર પોલીસ મથકના મારામારીના ગુનાઓ નાસતો ફરતો ઇસમ હાલ ગાંધીનગર છે. જેથી પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે તાત્કાલિક અસરથી સ્થળ પર પહોંચી ઇસમને ઝડપી પાડી વિસનગર શહેર પોલીસને સોંપવા કવાયત કરી હતી.

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લામાં વિવિધ ગુનાઓમાં નાસતાં ફરતાં ઇસમોને ઝડપી લેવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI એ.એમ.વાળાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ PSI એસ.બી.ઝાલાની ટીમ વોચમાં હતી. આ દરમ્યાન પેરોલ ફર્લો સ્કોર્ડના HC રાજેન્દ્રસિંહ અને નાસીરબેગને સંયુક્ત બાતમી મળી હતી કે, વિસગનર શહેર પોલીસ મથકના મારામારીના કેસનો આરોપી ચાવડા વનરાજસિંહ હાલ ગાંધીનગર છે. જેથી તેને ઝડપી પાડી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પેરોલ ફર્લો સ્કોર્ડના ઇન્ચાર્જ PSI એસ.બી.ઝાલા દ્રારા અવાર-નવાર નાસતાં ફરતાં ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે. વિસનગર શહેર પોલીસ મથકે નોંધાયેલા મારામારીના કેસમાં ચાવડા વનરાજસિંહ લક્ષ્મણસિંહ (રહે.ગાંધીનગર) વાળો છેલ્લા છ માસની નાસતો ફરતો હતો. જેથી પેરોલ ફર્લો સ્કોર્ડના રાજેન્દ્રસિંહ, નાસીરબેગ, મુકેશકુમાર અને સંજયકુમારે ગાંધીનગર પહોંચી ઇસમને દબોચી લીધો હતો. આ સાથે ઇસમને વિસનગર શહેર પોલીસ સ્ટેશનને સોંપવા કવાયત કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.