કડીના નાનીકડી સ્થિત હરિઓમ આર્કેટમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમતો ઈસમ ઝડપાયો

મહેસાણા
મહેસાણા

કડી શહેરના નાની કડી વિસ્તારમાં આવેલી હરિ ઓમ આર્કેટમાં એક્ટીવા પર બેઠેલો ઈસમ ક્રિકેટ મેચનો સટ્ટો રમી રહ્યો છે. જેવી હકીકત કડી પોલીસને મળતા કડી પોલીસ હરિ ઓમ આર્કેટ નામના કોમ્પલેક્ષ ખાતે પહોંચી હતી. કાળા કલરના એક્ટીવા પર બેઠેલો ઈસમ શંકાસ્પદ લગતા પોલીસે તેની ધરપકડ કરી હતી. તેમજ તેની પૂછતાછ કરતા અન્ય ત્રણ ઈસમોની પોલીસ દ્વારા ધરપકડ કરીને ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શનિવારે ભારત પાકિસ્તાનની વન-ડે મેચ યોજાઈ હતી. જેમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. જ્યાં કેટલાક ઇસમો ક્રિકેટ મેચનો સટ્ટો પોતાના આર્થિક ફાયદા સારું રમતા હોય તેવું કડી પોલીસને માહિતી મળી હતી. કડી પોલીસ સ્ટેશનના પી.આઈ જેપી સોલંકી, સંજય સિંહ, દેવદતસિંહ સહિતનો સ્ટાફ ભારત પાકિસ્તાન વન-ડે મેચને લઇ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યા હતા.જે દરમિયાન તેઓને માહિતી મળી હતી કે, નાની કડી વિસ્તારમાં આવેલી હરિ ઓમ માર્કેટ નામના કોમ્પલેક્ષમાં એક્ટીવા ઉપર એક ઇશમ પોતાના મોબાઈલની અંદર ક્રિકેટ મેચનો સટ્ટો રમી રહ્યો છે. પોલીસે માહિતીના આધારે સ્થળવાળી જગ્યા ઉપર રેડ કરી હતી. જ્યાં એક્ટીવા નંબર GJ 2 DQ પર બેઠેલો પ્રકાશ પ્રહલાદભાઈ પ્રજાપતિ રહે સોમેશ્વર તીર્થ સોસાયટી કરણનગર રોડ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસે રહેલા મોબાઈલની તલાસી કરતા વેબસાઈટ ખુલ્લી હતી.


હરિઓમ આર્કિટ નામના કોમ્પલેક્ષમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમતા ઈસમની ધરપકડ કરાઈ હતી. તેમજ તેના મોબાઇલની અંદર ગૂગલ બ્રાઉઝર ખુલ્લું હતું. જેમાં વેબસાઈટ ખુલ્લી હતી અને એડમિન આઈડી ndp 126 ખુલ્લુ જોવા મળ્યું હતું. જેમાં ભારત પાકિસ્તાન વન-ડે મેચનો ક્રિકેટ સટ્ટો હાર જીતના હિસાબની વિગત મળી આવતા તેની ધરપકડ કરીને કડી પોલીસ સ્ટેશન ખાતે લાવી હતી. તેની પૂછતાછ કરતા તેને કબૂલ્યું હતું કે, ત્રણ મહિના પૂર્વે આર.કે અમદાવાદ બુકી પાસેથી RAJRATNAEXCHનુ એડમીન આઈડી 10 લાખ રૂપિયામાં ખરીદ્યું હતું.પ્રકાશ પ્રજાપતિએ અન્ય લોકોને હજારો રૂપિયામાં આઈડીનું વેચાણ કરી હોય તેવું તપાસમાં ખુલ્યું હતું. જ્યાં પ્રકાશ પ્રજાપતિએ પટેલ રશ્મિકાંત રહે કરણનગર રોડ તેને બે લાખ રૂપિયામાં આઈડી વેચાણ આપ્યું હતું. તેમજ જયેશ એન કે રહે કડી તેને 20,000 રૂપિયામાં વેચાણ આપ્યું હતું.કરણ નગર રોડ ઉપર રહેતો પટેલ કિરણને 18000 રૂપિયામાં આપેલુ અને અશોક નામ ઈસમને યુઝર આઇડી રશ્મિકાંતના મોબાઈલ ફોનમાં નાખેલુ હતુ. જેના 50000 રૂપિયા પ્રકાશ પ્રજાપતિએ લીધા હોવાની કબૂલાત કરતા પોલીસે પટેલ રશ્મિકાંત રહે (અક્ષર રેસીડેન્સી કરણનગર રોડ કડી) પટેલ નરેન્દ્ર દીનાભાઇ (રહે સંતરામ સીટી વાટીકા કડી), ગૌસ્વામી કિરણ અમરતભાઈ (અયોધ્યા સોસાયટી કડી) ની ધરપકડ કરાઈ હતી. તેમજ આર.કે અમદાવાદી, જયેશ એન કે,અશોક, પટેલ કિરણ જેઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.