
વિસનગરમાં યુવકે ઈન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી હતી
વિસનગરના ગામડામાં રહેતી 14 વર્ષીય સગીરા સાથે બનાસકાંઠાના રવિયા ગામના યુવકે ઈન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી પાલનપુર મળવા માટે બોલાવી હતી. દુષ્કર્મ ગુજારતા આ અંગે ધરપકડ કરાયેલા આરોપીએ વિસનગર સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકતા કોર્ટે આરોપીના જામીન ના મંજૂર કર્યા છે.
તાલુકાના એક ગામમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી 14 વર્ષીય સગીરાને ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશન પર ધાનેરા તાલુકાના રવીયા ગામના ઠાકોર જીગર જવેરભાઈ સાથે મેસેજથી વાતચીત થતા મિત્રતા થઈ હતી. જેમાં જીગરે આ સગીરાને લગ્નની લાલચ આપી પાલનપુર બોલાવી હતી. જેથી સગીરા ગત 15 માર્ચના રોજ ઘરેથી નીકળી જઇ પાલનપુર પહોંચતા જીગર તેને તેના ગામ તરફ લઈ જઈ મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું.