
વડનગરના વલાસણા ગામે દુકાનમાં સતત ચોરી થતા વ્યાપરીએ CCTV લગાવ્યા
વડનગર તાલુકાના વલાસણા ગામે કરીયાણાની દુકાન ચલાવતા વ્યાપારીની દુકાનમાં દિવસે ને દિવસે ચોરી થતા વ્યાપરીએ આખરે દુકાનમાં cctv કેમેરા લગાવ્યા હતાં.જ્યાં બાદમાં કેમેરા તપાસ કરતા ચોરી કરનાર બીજું કોઈ નહિ પણ પાડોસમાં અન્ય કરીયાણા ની દુકાન ચલાવતો કુટુંબી સાઢું જ ચોર નીકળતા હાલમાં વડનગર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
વડનગર તાલુકાના વલાસણા ગામે રહેતા પ્રવિણસિંહ રાઠોડ ગામમાં પોતાની કરીયાણા ની દુકાન ચલાવે છે.જેઓ છેલ્લા કેટલાક દિવસોથી સાંજે દુકાનનો હિસાબ કર્યા બાદ લોક મારી સવારે પરત દુકાન આવી હિસાબ કરતા અમુક રૂપિયા અને વસ્તુઓ ચોરી થઈ હોવાનું જાણવા મળતું જોકે દિવસે ને દિવસે દુકાનમાં નાની મોટી ચોરી થતા વ્યાપારીએ કંટાળી ને પોતાની દુકાનમાં તસ્કર ને ઝડપવા cctv કેમેરા ગોઠવ્યા હતા.
વ્યાપારી એ દુકાનમાં કેમરા લગાવ્યા બાદ પોતાના અન્ય મીત્રો સાથે મળી આખી રાત ધાબે સુતા સુતા વોચ ગોઠવી એ દરમિયાન વહેલી સવારે એક ઈસમ ફરિયાદીની દુકાને આવી ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી દુકાનમાં પ્રવેશ કરતો રૂબરૂ જોવા મળ્યો હતો.ત્યારબાદ વોચમાં રહેતા વ્યાપરી અને તેના મિત્રો તાત્કાલિક દુકાનમાં જઇ ચોરી કરવા આવેલા ઇસમને જોતા દુકાનદારના પગ તળે જમીન સરકી ગઈ હતી કારણ કે તસ્કર બીજું કોઈ જ નહીં પણ તેઓનો કુટુંબી સાઢું જ ચોર નીકળ્યો હતો.
સમગ્ર મામલે ફરિયાદીની દુકાનમાં ચોરી કરવા આવનાર બીજું કોઈ નહિ પણ ફરિયાદીની દુકાની બાજુમાં બીજી કરીયાણા ની દુકાન ધરાવતો અને તેઓનો કુટુંબી સાઢું અશોકસિંહ બળવંત સિંહ રાઠોડ હતો.ઘટના પગલે સમગ્ર ગામને જાણ થયા બાદ અને રંગેહાથ ઝડપાઇ ગયેલા સાઢું સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.