છેલ્લા 40 દિવસમાં મહેસાણા શહેરના 39 વિસ્તાર કોરોનાની લપેટમાં આવ્યા

મહેસાણા
મહેસાણા 128

મહેસાણા શહેર સહિત જિલ્લામાં અનલૉકમાં અપાયેલી વધુ છુટછાટ બાદ કોમ્યુનિટી સ્પ્રેડ વધવાના કારણે કોરોના સંક્રમણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. 1લી સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર એટલે કે છેલ્લા 40 દિવસની વાત કરીએ તો, જિલ્લામાં 997 કેસ નોંધાયાં છે. ચોંકાવનારી હકીકત એ છે કે, તેના 25 ટકા એટલે કે 247 કેસ માત્ર મહેસાણા સિટીના છે. શહેરના 39 વિસ્તારોમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું, જેમાં 19 વિસ્તાર એવા છે કે જ્યાં માત્ર એક જ કેસ નોંધયો છે. તો બાકીના 28 વિસ્તારોમાં 2થી લઇને 36 સુધીના કેસ નોંધાયા છે.

સૌથી વધુ કેસ શહેરના પોશ કહી શકાય તેવા મોઢેરા રોડ, રાધનપુર રોડ, વિસનગર લીંક રોડ, ટીબી રોડ, નાગલપુર, રાજકમલ પંપ, પ્રશાંત સિનેમા રોડ, એસટી વર્કશોપ રોડ, ધરમ સિનેમા રોડ, જેલ રોડ, ગાયત્રી મંદિર રોડ, વાઇડ એંગલ પાસે, એરોડ્રોમ રોડ, અવસર પાર્ટીપ્લોટ પાસે, ડૉક્ટર ક્વાર્ટર, અર્બન બેંક રોડ, રોટરી ભવન રોડ સહિતના 17 વિસ્તારોમાં કુલ 160 કેસ નોંધાયા છે. જે શહેરના કુલ 247 કેસની સરખામણીએ 65 ટકા વેટલા થાય છે. આરોગ્ય વિભાગ આને અનલૉક બાદ વધેલા કોમ્યુનિટી સ્પ્રેડને જવાબદાર માને છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.