
કડી તાલુકા પંચાયત કચેરીમાં કારોબારીમાં 9 અને સામાન્ય ન્યાય સમિતિમાં 4 સભ્યોનો સમાવેશ કરાયો
કડી તાલુકા પંચાયત કચેરીના હોલમાં આજે બપોરે સામાન્ય સભા મળી હતી. જેમાં તાલુકા પંચાયત કચેરીના પ્રમુખ તેમજ તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી. જેમાં કારોબારી સમિતિમાં નવ અને સામાન્ય ન્યાય સમિતિમાં ચાર સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.કડી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે થોડાક મહિનાઓ અગાઉ કવિતા પટેલની વરણી કરવામાં આવી હતી. જ્યાં તાલુકા પંચાયત કચેરીના નવયુક્ત પ્રમુખ બન્યા બાદ બીજી સામાન્ય સભા મળી હતી. જેમાં તાલુકા પંચાયત કચેરીની સામાજિક ન્યાય સમિતિ અને કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે પટેલ તુષારભાઈ કિર્તીભાઈની વરણી કરવામાં આવી હતી. તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ચાવડા ભગવતીબેન રમણભાઈની વરણી કરવામાં આવી હતી.
ભાજપ સાશિત કડી તાલુકા પંચાયત કચેરીના હોલમાં શુક્રવારે સામાન્ય સભા મળી હતી. પક્ષના મેન્ડેડ મુજબ કારોબારી સમિતિ તેમજ સામાન્ય ન્યાય સમિતિની રચના કરવામાં આવેલી હતી. કારોબારી સમિતિના સભ્યો તરીકે પટેલ ભારતીબેન હરિકૃષ્ણભાઈ, પટેલ હસમુખભાઈ મગનભાઈ, પટેલ આશાબેન આશિષભાઈ, પટેલ કૈલાસબેન મુકેશભાઈ, પટેલ મધુબેન મહેન્દ્રભાઈ, પટેલ ગૌરાંગભાઈ સુરેશભાઈ, પટેલ અજીતભાઈ શંભુભાઈ, ડાભી શૈલેષસિંહ ચંદનસિંહ વરણી કરવામાં આવી હતી.તેમજ સામાજિક ન્યાય સમિતિના સભ્યો તરીકે પટેલ શંકુતલાબેન અલ્પેશભાઈ, પરમાર અરવિંદભાઈ ગંગારામભાઈ, ભંગી કનુભાઈ રાજાભાઈની વરણી કરવામાં આવી હતી. આ સામાન્ય સભામાં કડી તાલુકા પંચાયતના TDO મૌલિક દેસાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ ડેલિકેટો ઉપસ્થિત રહ્યા હતા.