મહેસાણા શહેરમા આગમાં જંતુનાશક દવા ભળી જતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી

મહેસાણા
મહેસાણા

મહેસાણા શહેરમા ભરચક્ક વિસ્તારમાં આવેલ મુલકી ભવનમાં એક જંતુનાશક અને ખાતરનું વેચાણ કરતા સંચાલકની દુકાન નીચે આવેલા ગોડાઉનમાં એકાએક આગ લાગી હતી.આગ લાગવાને કારણે ગોડાઉનમાં પડેલ જંતુનાશક દવા અને બિયારણની બેગોમાં આગ ફરી વળતા ધુમાડા ના ગોટેગોટા બહાર આવ્યા હતા.ઘટના પગલે પાલિકામાં ફાયર વિભાગ ને જાણ કરવામાં આવતા તાત્કાલિક ધોરણે ને ગાડીઓ દોડી આવી આગ બુજાવી હતી.મહેસાણાના જુના ડેપો પાસે આવેલા મુલકી ભવનમાં ઉમિયા બીજ નિગમ નામની દુકાનમાં ખેતીવાડી લગતી સામગ્રી વેચાણ કરવામાં આવે છે.જે દુકાનમાં જંતુનાશક દવા અને બિયારણનો મોટો સ્ટોક દુકાન નીચે આવેલા ગોડાઉનમાં મુકવામાં આવ્યો હતો. જ્યાં આજે સાંજે કોઈ એ જુના ડેપોની ગલીમાં કચરો સળગાવ્યો હતો. જે કચરાની આગ બારી મારફતે નીચે ગોડાઉનમાં પડેલા જંતુનાશક દવા અને બિયારણ ની બેગોમાં ફરી વળતા આગ લાગી હતી આગના ગોટેગોટા જ્યારે ગોડાઉન માંથી બહાર નીકળ્યા એ દરમિયાન લોકોને આગ લાગી હોવાની જાણ થઈ હતી. ઘટના પગલે દુકાનદારો મહેસાણા નગરપાલિકાના ફાયર વિભાગ ને જાણ કરતા ફાયર ઇન્સ્પેક્ટર સહિત ની ટિમો બે ફાયર ફાઈટર લઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી બે કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.


ગોડાઉનમાં આગ લાગતા ત્યાં પડેલ જંતુનાશક દવા અને બિયારણ આગમાં ઝપેટમાં આવી જતા ધુમાડા બહાર આવ્યા હતા જ્યાં આસપાસના લોકો અને મુલકી ભવનમાં આવેલા અન્ય વ્યાપારીઓને પણ શ્વાસ લેવામાં તકલીફ સર્જાઈ હતી.જોકે લોકો મોઢે રૂમાલ બાંધી પોતાની દુકાનોમાં જોવા મદયા હતા.તેમજ ફાયર કર્મીઓ પણ આગ બુજવતા સમયે મોઢે રૂમાલ લગાવી આગ બુજવવાની કામગીરી કરી હતી.જોકે કેટલાક દુકાન દારો ધુમાડા ને કારણે દુકાનો પણ બંધ કરી દીધી હતી.ત્યારે જંતુનાશક દવા અને બિયારણ આગમાં ભળી જતા ધુમાડા ના ગોટેગોટા આસપાસના વિસ્તારોમાં ફેલાઈ જતા લોકોએ પણ ત્યાંથી નીકળવાની ટાળ્યું હતું.તેમજ પાણીના મારા સાથે કેટલુંક બિયારણ અને દવા મુલકી ભવનના ઢાળ થી લઈ સાર્વજનિક કેમ્પ સુધી તણાઈ આવતા ત્યાં પર દુર્ગંધ મારતા દુકાનદારો એ દુકાનો બંધ કરી મોઢે રૂમાલ બાંધી દીધા હતા.દુકાન સંચાલક પટેલ ચંદુભાઈએ દિવ્ય ભાસ્કર ને જણાવ્યું કે આજે 5 કલાકે સમગ્ર આગની ઘટના બની છે.અમારી ઉમિયા બીજ નિગમ દુકાન નીચે જંતુનાશક દવા અને બિયારણનો લાખો રૂપિયાનો માલ ભરવામાં આવ્યો હતો જેમા મોટા ભાગનો માલ બળીને ખાખ થઈ ગયો હોવાનું જણાવ્યું હતું.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.