
મહેસાણાના વેપારી સાથે થયેલી છેતરપીંડીના કેસમાં ગ્રાહક તકરાર કચેરીએ રૂ. 10.83 લાખ ચૂકવવા આદેશ કર્યો
મુંબઈ ની કંપનીએ મહેસાણા ના વેપારીને સમય જતાં મશીન કે રૂપિયા પરત કર્યા ન હોતા, જેથી મહેસાણા ના વેપારીએ ઉઘરાણી કરતા સામે વાળા વેપારીએ કોઈ જવાબ આપ્યા નહોતા ત્યારે અવારનવાર ઉઘરાણી કર્યા બાદ મુંબઈ ના વેપારીએ મહેસાણા ના વેપારીને મેસેજ દ્વારા કહ્યુ કે તમારે કોર્ટ કાર્યવાહી કરવી હોય તો કરી લેજો આમ કહેતા મહેસાણા ના વેપારીએ મુંબઈ ના વેપારી વિરુદ્ધ મહેસાણા ગ્રાહક તકરાર કચેરીમાં 2021 વર્ષ દરમિયાન ફરિયાદ નોંધાવી હતી.
જે કેસમાં ફરિયાદીના વકીલ ભરત કુમાર જી પટેલે પોતાની દલીલો અને ઠોસ પુરાવા ગ્રાહક તકરાર માં રજૂ કરતા ગ્રાહક તકરાર કોર્ટે મુંબઇના વેપારીને મહેસાણા ના વેપારીને 10 લાખ 83 હજાર 408 રૂપિયા વળતર ચૂકવવા આદેશ કર્યો તેમજ ફરિયાદ દાખલ કર્યાની દિવસ થી 8 ટકા વ્યાજ સાથે મહેસાણા ના વેપારીને 30 દિવસમાં રકમ ચૂકવવા હુકમ કર્યો હતો. તેમજ મહેસાણા ના વેપારીએ કરેલ ફરિયાદનો ખર્ચ પણ ચૂકવવા આદેશ કર્યો હતો