
મહેસાણાના મોટીદાઉમાં પાડોશીએ પરિણીતાને ઘરમાં એકલી જોઈ ઘરમાં ઘૂસી દુષ્કર્મનો પ્રયાસ કર્યો
મહેસાણા તાલુકામાં આવેલા મોટીદાઉ ગામે એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી.પરિવારના સભ્યો ખેતરે કામ પર જતાં પરિણતાને એકલી જોઈ પાડોસીએ ઘરમાં ઘૂસી શરીરે આડપલા કરી બિભત્સ માંગણીઓ કરી સમગ્ર મામલે મહિલાએ વિરોધ કરતા પાડોશી યુવક ફરાર થઇ ગયો સમગ્ર મામલે યુવક વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
મહેસાણા તાલુકામાં આવેલા મોટીદાઉ ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી જેમાં ગામા પરિવાર ખેતરે મજૂરી કામ અર્થે ગયો એ દરમિયાન પરિણીતા ઘરમાં બપોરના સમયે એકલી હતી એ દરમિયાન મહોલ્લામાં રહેતો શખ્સ પરિણીતાના ઘરમાં ઘુસી આબરૂ લેવાના ઇરાદે મહિલાનો હાથ પકડી બાથે ભીડી હતી તેમજ શરીરે અડપલાં કર્યા હતા તેમજ બિભત્સ માંગણીઓ કરતા મહિલાએ વિરોધ કર્યો હતો.