મહેસાણા શાકમાર્કેટમાં ટામેટાની આવક 20 ટનથી ઘટી 8 ટન થઇ રૂ.20થી સીધા 100એ પહોંચ્યા
મહેસાણામાં મોટાભાગે મેથી ઓક્ટોબરમાં ટામેટા નાસિક, મહારાષ્ટ્ર અને બેંગ્લુરુથી વાયા અમદાવાદ થઇ વિવિધ હોલસેલ માર્કેટથી છુટક બજારો સુધી પહોંચે છે. સ્થાનિક ટામેટાની આવક ઓછી થતાં મહારાષ્ટ્રના ટામેટાની આવક પર માર્કેટ નિર્ભર રહે છે. ટામેટા માર્કેટમાં આવતો હતો.મબલખ પાક થતાં હોલસેલમાં ગત એપ્રિલ સુધી રૂ. 8 થી 10માં ખરીદી થઇ હતી અને છૂટકમાં રૂ.20માં વેચાતાં હતાં. મે મહિના પછી સ્થાનિક ટામેટાનો પાક રહેતો નથી અને મહારાષ્ટ્ર, બેંગ્લુરુથી આવતાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, મજૂરી વગરે ખર્ચ વધી જાય છે. આ સમયે ત્યાં પણ ટામેટાનો પાક ઓછો હોઇ માંગ કરતાં આવક ઓછી આવી રહી છે. રોજ 20 ટન ટામેટા આવતા હતા, જે છેલ્લા અઠવાડિયાથી માંડ 8 ટન આવી રહ્યા છે. એટલે સ્વાભાવિક રીતે હોલસેલમાં પ્રતિ કિલો રૂ.80એ પડી રહ્યા હોઇ છુટકમાં રૂ.100 કે તેથી વધુ ભાવે વેચાય છે.