મહેસાણામાં જેઠ મહિનામાં મધ્યમ, અષાઢ-શ્રાવણમાં સારા વરસાદનો વરતારો, પીળા કલરના ફૂલ આવતા ધાન્ય પાકો સારા થશે

મહેસાણા
મહેસાણા

મહેસાણાના શ્રી ચોસઠ જોગણીયો માતાજીના પ્રાગટય સ્થાન યાત્રાધામ પાલોદરમા પરંપરાગત લોકમેળા (જાતર)નો પ્રારંભ થયો છે. શનિવારે ખેડૂત જીવનને સ્પર્શતા શુકન જોવાયા હતા. શ્રી ચોસઠ જોગણીયો માતાજીના મુળ સ્થાનક એવા મહેસાણા નજીકના પાલોદર ગામમાં શનિવારે યજુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ખેડુત જીવનને સ્પર્શતા સુકન જોવાયા હતા. જયપ્રકાશ પંડ્યાએ શુકન પરથી નીકળેલા વરતારા અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, આ વર્ષે ચોમાસુ એકંદરે મધ્યમ રહેશે.

જેઠ મહિનામાં મધ્યમ વરસાદ પડશે. જ્યારે અષાઢ અને શ્રાવણ મહિનાની ગોળી પુરેપુરી ભરાઇ ઉભરાઇ ગઇ હતી. જેનો વરતારો જોઇએ તો અષાઢ મહિના અને શ્રાવણ મા વધુ વરસાદ પડસે. 14 આની વર્ષ રહેશે. ભાદરવા મહિનામાં મધ્યમ વરસાદ પડશે જ્યારે આસો મહિનામાં વાવાઝોડા સાથે ગમે ત્યારે ધોધમાર વરસાદ પડી શકે છે તેમજ આસો મહિનાની શરૂઆતથી જ ઠંડીનો જબરો ચમકારો જોવા મળી શકે છે.

જન્મથી જ ખેતી સાથે સંકળાયેલા છે તેવા તંદુરસ્ત ખેડૂતના માથે હાર આવ્યો હતો જેનો વર્તારો જોઈએ તો ખેડૂતો માટે એકંદરે વર્ષ સારું રહેશે. લોકોને બજારમાંથી પૂરતા પ્રમાણમાં અનાજ મળી રહેશે ઉપરાંત યુવાનો ખેતી કરશે તો તેમને સારી કમાણી અને સફળતા મળી રહેશે, યુવાનો ખેતી તરફ વળશે તો તેમના માટે આ વર્ષ ઉજળું બની રહેશે તેઓ વરતારો જોવા મળ્યો હતો. તેમજ પીડા કલરના હારમાં વધારે ફૂલો જોવા મળ્યા હતા, જેથી ખેતીમાં પીડા ફુલ વાળા પાકો જેવા કે જુવાર, બાજરી ,મકાઈ સારા પાકી શકે છે.

રાયડો, બાજરી, વરીયાળી, સવા, મકાઇ, મગ, તુવેર, ચોળી,તલ,મઠ સહિતનું ઉત્પાદન સારુ મળશે. શુકન જોવાઈ ગયા પછી એકાએક વાતાવરણમાં જોરદાર બદલાવ આવ્યો હતો જેના ઉપરથી વરતારો જોઈએ તો ચોમાસા પછી તરત જ કોઈ મોટી કુદરતી આફત માનવ જીવનને પ્રભાવિત કરી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.