મહેસાણા જિલ્લામાં કચરાના ઢગલા ન દેખાય તેવું આયોજન કરાયું

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં 15 ઓક્ટોબરથી 16 ડિસેમ્બર દરમિયાન સ્વચ્છતા ઝુંબેશ જનપ્રતિનિધિઓ અને લોકભાગીદારીથી હાથ ધરાવાની છે.આ ઉપરાંત દર રવિવારે થીમ વાઇઝ કાર્યક્રમો યોજવામાં આવશે.જાહેર સ્થળો,બસ સ્ટેન્ડ,રીક્ષા સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન,પ્રવાસન સ્થળો, બાગ બગીચા સહિત તમામ સ્થળોએ સ્વચ્છતા અંગેની ઝુંબેશ હાથ ધરાશે.જિલ્લામાં કોઇ પણ સ્થળે કચરાના ઢગલા ન દેખાય તેવું આયોજન કરાયું છે.આ કાર્યક્રમને સફળ બનાવવા સરકારના 12 વિભાગોના સંકલનથી કામ કરાઇ રહ્યું છે.જિલ્લામાં દર રવિવારે યોજાનાર થીમ વાઇઝ કાર્યક્રમોમાં 15 ઓક્ટોબરના રોજ બસ સ્ટેન્ડ અને રેલ્સે સ્ટેશનની સફાઇ,22 ઓક્ટોબરના રોજ તમામ ધાર્મિક સ્થળો,મ્યુઝીયમ,પ્રવાસન સ્થળોની સફાઇ,29 ઓક્ટોબરના રોજ ગ્રામ્ય વિસ્તારના અવિકસિત અને અનિયમતિ વિકસિત એરીયાની સાફ સફાઇ,તેમજ બિલ્ડીંહ કાટમાળને રીસાઇકલ કરી રીયુઝ કરવાની વ્યવસ્થા,05 નવેમ્બરના રોજ તમામ સરકારી કચેરીઓની સાફ સફાઇ,12 નવેમ્બરે પોલીસ સ્ટેશનો,પોલીસ લાઇન,કોર્ટ સંકુલો, સરકારી રહેણાંક વસાહતો,હાઉસીંગ સોસાયટીઓની સફાઇ,19 નવેમ્બરે સિંગલ યુઝ પ્લાસ્ટીક અંગેની જાગૃતિ અને કલેકશન ડ્રાઇવ હાથ ધરવી એક્સલેન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું રીનોવેશન,અપગ્રેડેશનની કમગીરી,

26 નવેમ્બરના રોજ તમામ જાહેર શૌચાલયોનું રીપેરીંગ અને સાફ સફાઇ,03 ડિસેમ્બના રોજ ગામ અને શહેરના તમામ એન્ટ્રીપોઇન્ટથી 05 કિમી વિસ્તારમાં તથા વોટર બોડીઝ,સ્નાનઘાટ,અમૃત સરોવરની સફાઇ, ગટર તેમજ ગ્રે વોટરના ટ્રીટમેન્ટ બાદ રીયુઝ અને આખરી નિકાલની વ્યવસ્થા,10 ડિસેમ્બરે સિવિલ હોસ્પિટલની સાફ સફાઇની કામગીરી હાથ ધરવામાં આવશે.જિલ્લા કલેકટર એમ નાગરાજને જણાવ્યું હતું કે વિકાસલક્ષી આયોજનના ભાગરૂપે જમીન ઉપર કામ થાય તે માટે લોકઝુંબેશ હાથ ધરાઇ છે. આ ઉપરાંત અસરકારક અમલીકરણ માટે તાલુકા કક્ષાએ નોડલ અધિકારીઓની નિમણુંકઅને તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.