મહેસાણા જીલ્લાના લાડોલ ગામે મહિલા તલાટીને માર મરાયો હોવાની ઘટના સામે આવી

મહેસાણા
મહેસાણા

વિજાપુર તાલુકાના ગામે ઇસમે મહિલા તલાટીને ગાળો બોલી પ્લાસ્ટીકની પાઇપ વડે માર માર્યો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. ફરીયાદ મુજબ સ્થાનિક ઇસમે અગાઉ મહિલા તલાટીના ચારીત્ર્ય વિશે ગામમાં વાતો ફેલાવી હતી. જે બાદમાં મહિલા તલાટી કોવિડ રસીકરણની કામગીરીને લઇ ગામમાં જતાં ઇસમને મળી આ બાબતે પુછ્યુ હતુ. જેથી ઇસમે મહિલા તલાટીને ગાળો બોલી ધક્કો મારી નીચે પાડી દીધી હતી. જે બાદમાં પ્લાસ્ટીકની પાઇપથી શરીરે આડેધડ માર મારી સરકારી ફરજમાં રૂકાવટ કરી હતી. સમગ્ર મામલે મહિલા તલાટીએ ગામના ઇસમ વિરૂધ્ધ લાડોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના જેપુર(લાડોલ) ગામે મહિલા તલાટીને માર મરાયો હોવાની ઘટના સામે આવી છે. મૂળ હિંમતનગરના અમિતાબેન પટેલ હાલ જેપુર(લાડોલ) ખાતે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે. આ દરમ્યાન અગાઉ ગામના ગીરીશભાઇ ડાહ્યાભાઇ પટેલ નામના ઇસમે મહિલા તલાટીના ચારીત્ર્ય વિશે ખોટી ટીપ્પણીઓ કરી હતી. જે બાદમાં મહિલા તલાટીએ ગામના આગેવાનોને વાત કરી બેઠક કરવા જણાવતાં ગીરીશભાઇ આવ્યા ન હતા. આ તરફ ગઇકાલે કોવિડ રસીકરણની માહીતિ માટે તલાટી પોતાની ફરજમાં ગામમાં જતાં ગીરીશભાઇ મળતાં તેમને આ બાબતે વાત કરી હતી. જ્યાં ગીરીશભાઇએ ઉશ્કેરાઇ જઇ મહિલા તલાટીને ગાળો બોલી માર માર્યો હતો.

મહિલા તલાટીને ગામના ઇસમે પ્લાસ્ટીકની પાઇપ વડે માર માર્યો હોવાની ઘટનાને લઇ પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ગઇકાલે બપોરના સમયે ગામના ઇસમે મહિલા તલાટીને ગાળો બોલી સરકારી ફરજમાં રૂકાવટ કરી હતી. જ્યાં મહિલા તલાટીને ધક્કો મારી નીચે પાડી દઇ પ્લાસ્ટિકની પાઇપ વડે માર માર્યો હતો. જે બાદમાં આરોગ્યના કર્મચારીએ વચ્ચે પડી મહિલાને છોડાવી હતી. જેથી મહિલા તલાટીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા બાદ સારવાર બાદ મહિલા તલાટીએ ગામના ઇસમ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.