કડીમાં ટ્રાન્સપોર્ટના માલિકે પોતાનું ટેન્કર વર્ધીમાં મોકલ્યું

મહેસાણા
મહેસાણા

કડીના કરણ નગર રોડ ઉપર રહેતા ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા વેપારીએ 11માં મહિનામાં પોતાનું ટેન્કર વર્દીમાં મોકલી આપેલું હતું. જ્યારે પાછું ખાલી ટેન્કર જ આવ્યું તેમજ અમદાવાદ ખાતે ટેન્કર ઉતારી લેવામાં આવ્યું હતુ. જેને લઈ વ્યાપારીએ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ કડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી.

કડીના કરીને નગર રોડ ઉપર રહેતા સંગીતા નાયકના નામે તેમના પતિ જીતેન્દ્ર નાયકે ટેન્કરની ખરીદી વર્ષ 2022માં કરી હતી. તેમજ સંગીતા નાયકના પતિ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ધરાવી રહ્યા છે અને કડીના કરણનગર રોડ ઉપર આવેલા રાજભૂમિમાં રહીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જીતેન્દ્ર નાયકે 2022ની સાલમાં રૂપિયા 19 લાખ 91 હજારની કિંમતમાં GJ 2 XX 7333 ટેન્કરની ખરીદી કરી હતી અને ટેન્કર અનેક જગ્યાએ વર્દીમાં મોકલતા હતા.

કડીના સંગીતાબેન નાયકના પતિ જીતેન્દ્ર નાયકની તબિયત નાતંદુરસ્ત થતા તેઓએ જેની પાસેથી ટેન્કરની ખરીદી કરી હતી તેને ટેન્કર ભાડેથી ચલાવવા માટે આપ્યું હતું. જ્યાં અર્બુદા ઓઇલ કેરિયરના માલિક અલ્પેશ ચૌધરીએ જીતેન્દ્ર નાયકને વાત કરી હતી કે, અમદાવાદની એક વર્ધી છે. તો મને તમારું ટેન્કર ભાડેથી આપો જ્યાં ભાડાની કિંમત નક્કી કરીને જીતેન્દ્ર નાયકે અલ્પેશ ચૌધરીને વર્ધી માટે પોતાનું ટેન્કર આપ્યું હતું. તારીખ 8/11/2022 ના દિવસે જીતેન્દ્ર નાયકના ટેન્કર ભાડેથી વર્ધી માટે અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલું હતું. થોડાક સમય બાદ ખાલી ટેન્કરન આવ્યું હતું અને સ્ટીલની ટાંકી ઉતારી લેવામાં આવી હતી. અમદાવાદ ખાતે જ્યાં જીતેન્દ્ર નાયકે અલ્પેશ ચૌધરી સાથે વાતચીત કરતા અલ્પેશ ચૌધરીએ કંઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જે બાદ ગલ્લા તલ્લા અને વિશ્વાસઘાત કર્યો હતો અને જીતેન્દ્ર નાયક અને તેમના પત્ની સંગીતા નાયકે કડી પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.