
કડી સબ જેલમાં NDPSગુનામાં 15 દિવસ પૂર્વે ઝડપાયેલા કેદીનું જેલમાં જ મોત થતા ચકચાર
કડી શહેરમાં આવેલી જૂની મામલતદારની બાજુમાં આવેલી સબ જેલમાં એક કેદીનું અગમ્ય કારણોસર મોત નીપજતા ચકચાર મચી જવા પામ્યો હતો. ઘટનાને લઇ સબ જેલના મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.કડી શહેરના કસ્બા વિસ્તારમાં આવેલા છીપવાળમાં 7/11/23ના દિવસે કડી પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. જ્યાં પોલીસને બાતમી મળી હતી કે, ઇમરાનશા ફકીર ગેરકાયદેસર એમડી ડ્રગ્સનો વેપલો કરી રહ્યો છે. પોલીસે રેડ કરીને ઇમરાન હાશાની ધરપકડ કરી હતી. તેમજ સાત લાખથી વધુનો મુદ્દા માલમાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જે બાદ મહેસાણા પોલીસ દ્વારા એસઓજીની તપાસ સોંપાતા આરોપીનો કબજો મેળવીને કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જે બાદ કોર્ટ દ્વારા તેના 13/11/23 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા ઇમરાનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જે બાદ તેના રિમાન્ડ પુરા થતા કોર્ટે કડી સબ જેલ ખાતે મોકલાવવામાં આવ્યો હતો. જૂની મામલતદાર કચેરીની બાજુમાં આવેલી સબ જેલમાં ગત મોડી રાત્રે અચાનક જ ફકીર ઇમરાનશા અનવરશા (મૂળ રહે.સિધ્ધપુર, હાલ.છીપવાળ, કડી)ની તબિયત લથડતા સબજેલના પોલીસ કર્મીઓ દ્વારા 108ને જાણ કરવામાં આવી હતી.જ્યાં 108 ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઇમરાનને કડી કુંડાળ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જે બાદ સ્ટાફ દ્વારા જેલર તેમજ મામલતદાર, પોલીસ સહિતના અધિકારીઓને જાણ કરાતા ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી કરી હતી.સબ જેલમાં NDPDના ગુનામાં ઝડપાયેલા આરોપીનું કરુણ મોત થતા ચકચાર બચી જવા પામ્યો હતો. જે બાદ તેના પરિવારજનોને જાણ કરાતા તેઓ પણ કુંડાળ સિવિલ હોસ્પિટલે આવી પહોંચ્યા હતા. પરિવારમાં શોક પસરી ગયો હતો.