
કડીમાં ATMમાં પૈસા ઉપાડવા ગયેલા આધેડ છેતરાયા
કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં રહેતા આધેડ સામાન ખરીદવાનો હોય તેઓ નાની કડી ખાતે આવેલા ડીજે હાઈ સ્કૂલની સામે બેંક ઓફ બરોડાના એટીએમ મશીનમાં પૈસા ઉપાડવા માટે ગયા હતા. તેમની પાછળ રહેલા એક યુવાને આધેડને છેતરી તેનું એટીએમ આધેડના એટીએમ સાથે બદલી દીધું હતુ.આધેડનું એટીએમ લઈ તેણે અલગ અલગ જગ્યાએથી પૈસાની ઉઠાંતરી કરી લીધી હતી. તેમજ ગાંધીનગર ખાતે જ્વેલર્સની દુકાનમાંથી સોનાની ખરીદી કરી લેતા પરિવારજનોને જાણ થઈ હતી. પરિવારજનો કડી પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા અને તેના વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.કડી તાલુકાના જેસંગપુરા ગામે રહેતા ચીમનભાઈ મોહનભાઈ પટેલ કે જેઓ દૂધ-છાસ, ગેસના બાટલાના સપ્લાયનુ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમજ તેમના દીકરો નાની કડી વિસ્તારમાં આવેલા કૌશલ્ય બંગ્લોઝમાં રહે છે. દસ દિવસ પૂર્વે ચીમનભાઈ પટેલ પોતાના ઘરેથી સરસામાન લેવા માટે નીકળ્યા હતા.
પૈસાની જરૂરિયાત હોય તેઓનુ બેંક ઓફ બરોડામાં ખાતું ચાલતું હોય નાનીકડી રોડ ઉપર આવેલી ડીજે હાઈસ્કૂલની સામે બેંક ઓફ બરોડાનો એટીએમમાં ગયા હતા. એટીએમમાં પહોંચીને તેઓએ પોતાનું કાર્ડ મશીનમાં નાખી પૈસા ઉપાડતા હતા. ત્રણ ચાર વખત તેઓએ પૈસા ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પૈસા ઉપડ્યા ન હતા.તે સમયે તેમની પાછળ એક ઈસમ ઊભો હતો તેણે આધેડ ચીમનભાઈ પટેલને કહ્યું હતું કે, લાવો હું પૈસા તમને ઉપાડી આપુ. જેથી આધેડે તેને તેમનું એટીએમ કાર્ડ આપ્યું હતું. ગઢિયો મશીનમાં એટીએમ કાર્ડ નાખ્યું હતું પરંતુ મશીન દ્વારા પૈસા ઉપાડ્યા ન હતા. જેથી એટીએમ કાર્ડ તેઓને પરત આપી દીધું હતું અને ગઢિયો ત્યાંથી જતો રહ્યો હતો.ચીમનભાઈ પટેલ એટીએમ કાર્ડમાંથી પૈસા ન ઉપાડતા તેઓ પોતાના ઘરે આવતા રહ્યા હતા. જે બાદ 25/10/2020ના દિવસે તેમના મોબાઈલ નંબર ઉપર બેંકમાંથી ફોન આવેલો હતો અને જણાવેલુ કે, તમે એટીએમ કાર્ડ દ્વારા કેટલા પૈસા વીડ્રો કરેલા છે.તમારા એટીએમ કાર્ડથી આજે વધારે પૈસા વિડ્રો કરેલા છે. તમે જ આ પૈસા વિડ્રો કરેલા છે તેવું બેંકના અધિકારી દ્વારા આધેડ જણાવ્યું હતું. જેથી બેંકમાંથી આવેલા અધિકારીને આધેડે કહ્યુ હતું કે, મેં પૈસા ઉપાડેલા નથી. તુરંત જ આધેડે બેંકના અધિકારીને કહ્યું હતું કે, મારું ખાતું અને એટીએમ બંને લોક કરી દોઆધેડ ચીમનભાઈ પટેલે તુરંત જ તેમનું એટીએમ તપાસતા એટીએમ બેંક ઓફ બરોડાનુ હતું. પરંતુ એટીએમ ઉપર પ્રવીણભાઈનું નામ જોવા મળ્યું હતું. જેથી તેઓને માલુમ થયું હતું કે તેઓ એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયા હતા. ત્યારે એક ગઢ્યો તેમનું એટીએમ લઈને ફરાર થઈ ગયો હતો. ગઢીયાએ એટીએમ બદલીને અલગ અલગ જગ્યાએથી પૈસા વિડ્રો કરી લીધા હતા.