કડીના હરીપુરા ગામે ખેતરમાં કામ કરીને ઘરે આવતા યુવક ઉપર વીજળી પડતા મોત

મહેસાણા
મહેસાણા

કડી પંથકમાં બપોર બાદ આકાશમાં કાળા ડીબાંગ વાદળો જોવા મળ્યા હતા અને એકાએક વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ પડવાની સાથે જ ખેડૂતો પોત પોતાના ખેતરમાં ખેતીનું પણ કામકાજ શરૂ કરી દીધું છે. ત્યારે કડી તાલુકાના હરીપુરા ગામે રહેતા અને ખેત મજૂરી કરતા રમેશભાઈ બજાણીયાએ તેમના જ ગામના જયેશભાઈ પટેલની જમીન ભાગવી રાખી હતી અને તેઓ પતિ-પત્ની ખેતરમાં કામ કરી રહ્યા હતા અને વરસાદ વરસાતા તેઓ બાઇક લઈને ઘરે આવવા માટે નીકળ્યા હતા.કડી તાલુકાના હરીપુરા ગામે રહેતા રમેશ ભીખાભાઇ બજાણીયા અને તેમના પત્ની આશાબેન બંને જણા ભાગવી રાખેલી જમીનમાં કામકાજ કરી રહ્યા હતા અને વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પતિ-પત્ની બાઈક લઈને ખેતરમાંથી ઘરે આવવા માટે નીકળ્યા હતા અને સેઢા ઉપર બાઈક જઈ શકે તેમ ન હતું. તે માટે તેમની પત્નીને બાઈક ઉપરથી ઉતારીને તેઓ એકલા જઈ રહ્યા હતા. જે દરમિયાન અચાનક જ વરસાદની સાથે જ કડાકા સાથે વીજળી રમેશ ઉપર પડતા બાઈક સાથે રમેશ જમીન ઉપર પટકાયા હતા. જ્યાં ખેતરમાં કામ કરી રહેલા લોકો પણ આવી પહોંચ્યા હતા અને ખેતરના માલિક જયેશભાઈને જાણ કરવામાં આવી હતી. તેમજ 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ યુવકનું વીજળી પડવાથી યુવકનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પસરી ગઈ હતી. ઘટનાને લઇ કડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી કરી હતી.કડી શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને કડી બંધકમાં આશરે 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની સમસ્યા ઊઠવા પામી હતી. તેમજ કડાકા અને ભડાકા સાથે વરસાદ વરસતા કડીના સુજાતપુરા રોડ ઉપર શિવમ સોસાયટીના મકાન ન.17 ઉપર વીજળી પડતા અફરા તફરી મચી જવા પામી હતી. તેમજ સોસાયટીના ઘણા મકાનોમાં ટીવી, ફ્રીજ, પંખા જેવા ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બળીને થાક થઈ ગયા હતા અને મકાનમાં ભાડે રહેતા રણછોડભાઈ ઠાકોર કામ હોવાથી પરિવાર સાથે પાલીતાણા ગયા હતા. સદનસીબે મોટી જાનહાની ટળી હતી. ઘટનાને લઇ GEB અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.