કડીના ગણેશપુરામાં શાળા આગળ ગટર ઊભરાતાં રોગચાળાનો ભય

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના ગણેશપુરા ગામે છેલ્લા ઘણા મહિનાથી પ્રાથમિક શાળા સામે આવેલ મંદિરની બાજુમાં ગટર ઉભરાઈ રહી છે. જેના લીધે પ્રાથમિક શાળા આગળ ગટરના પાણી ભરાતા સ્કૂલના બાળકો રોગચાળાના ભય વચ્ચે ભણે છે. ગામમાં પ્રવેશતા ગટર ઉભરાતાં રાહદારીઓ અને આજુબાજુ રહેતા રહેવાસીઓને અસહ્ય દુર્ગંધ સહિત રોગચાળાની ભીતિ સતાવી રહી છે.

આ સમસ્યા અંગે ગ્રામજનો દ્વારા તંત્રને અવાર-નવાર રજૂઆતો કરવા છતાં તેનું નિરાકરણ નહીં આવતાં ઉભરાતી ગટરનાં ગંદા પાણી ભરાતા મચ્છરોના ઉપદ્રવનો ભય પણ સતાવી રહ્યો છે. રોગચાળો ફાટી નિકળે તે પહેલા તંત્ર દ્વારા જલ્દી આ સમસ્યાનો નિકાલ લાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.