
કડીના બાવલુ ગામે ભાણિયાના લગ્નના સમાધાન કરવા ગયેલા મામાની હત્યા
કલોલ તાલુકાના હાજીપુર ગામના યુવકની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી. જ્યાં હાજીપુરના યુવક પોતાના ભાણિયાના લગ્નના સમાધાન કરવા માટે બાવલુ ગામે ગયા હતા અને ત્યાં જ તેમની હત્યા કરી નાખવામાં આવી હતી. આરોપીએ તેમની લાશને બાઈક ઉપર લઈ રાચરડા ગામે પસાર થતી માઇનોર કેનાલમાં ફેંકી દીધી હતી. ઘટનાની જાણ બાવલુ પોલીસને થતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.કલોલ તાલુકાના હાજીપુર ગામે રહેતા સમુહબેન ઠાકોર જેઓ નિવૃત્ત અવસ્થામાં જીવન જીવે છે. તેઓના લગ્ન માણસા તાલુકાના દેલવાડા ગામે થયા હતા, પરંતુ આજથી બે વર્ષ પૂર્વે તેમના પતિ ગુજરી જતા તેઓ પોતાના પિયર હાજીપુર તેમના ભાઈ રાજુભાઈ ઠાકોરના ઘરે રહેતા હતા. જ્યારે રાજુભાઈની પત્ની મીરા સાથે મનમેળ ન હોવાથી આજથી બાર વર્ષ પૂર્વે રાજુજી સાથે મળમેળ ન રહેતા હાજીપુરથી જતા રહ્યા હતા. રાજુજી ઠાકોર પોતાનું મોટરસાયકલ લઈને 16/09/2023ના સાંજના સમય દરમિયાન બાવલુ ગામે રહેતા સંજય બાબુજી ઠાકોરના ઘરે રાજુજીના ભાણીયા સંજય અને તેની ટીના બહેન લગ્નના સમાધાન કરવા માટે ગયા હતા, પરંતુ મોડી રાત સુધી ન આવતા સમુહબેન ઠાકોરે જાણવાજોગ ફરિયાદ બાવલુ પોલીસ મથકમાં આપી હતી.
કલોલ તાલુકાના હાજીપુર ગામે ભાઈના ઘરે રહેતા સમુહબેન ઠાકોર પોતાના ઘરે હાજર હતા. જે દરમિયાન તેમના કુટુંબી ભત્રીજા અરજણ લક્ષ્મણજી ઠાકોરે વાત કરેલી કે મને બાવલુ ગામમાંથી જાણ થઈ છે કે રાજુજી બાવલુ ગામે સંજયના ઘરે તેમની બહેન ટીની અને તમારા દીકરા સંજયના લગ્ન અંગે સમાધાનની વાત કરવા ગયા હતા. તે વખતે સંજય સાંજના સાડા સાત વાગ્યાના આજુબાજુ રાજુજીને પોતાના ઘરમાં મારેલો અને રાજુજી મૃત્યુ પામતા બાવલુ ખાતે રહેતા સંજયે તેની લાશને ક્યાંક સગેવગે કરેલી તેવી વાત સમુહબેન ઠાકોરને કરી હતી. સંજય બાબુજી ઠાકોરે હાજીપુર ખાતે રહેતા રાજુજીને પોતાના ઘરમાં જ માર મારી હત્યા નીપજાવી નાખી હતી અને રાજુજીની લાશને તેના બાઈક ઉપર 35 કિલોમીટર દૂર રાચરડા ગામે પસાર થતી માઇનોર કેનાલમાં ફેંકી દીધી હતી. તેવા સમાચાર પોતાની બેનને મળતા જ પરિવારજનો રાચરડા નર્મદા કેનાલ ખાતે પહોંચી ગયા હતા અને બાવલુ પોલીસને જાણ કરવામાં આવી હતી. રાજુજી ઠાકોરની લાશને કેનાલમાંથી બહાર કાઢી પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. બાવલુ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.