
કડીના બલાસર ગામે ધમધમી રહેલી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે રેડ કરી
કડી તાલુકા તેમજ શહેરી વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. જ્યારે કડી પોલીસ સ્ટેશનના સ્ટાફે અચાનક જ દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર તવાઈ બોલાવતા દેશી દારૂના બુટલેગરોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. જ્યારે કડી પોલીસે એક જ ગામ એટલે કે બલાસર ગામે દેશી દારૂની ત્રણ ભઠ્ઠીઓ ઉપર તવાઈ બોલાવી હતી અને 1435 લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. તેમજ રૂપિયા 7,600નો દેશી દારૂ બનાવવાના વોશને સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો. કડી પોલીસે ત્રણ ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.કડી પોલીસ સ્ટેશનમાં નવ નિયુક્ત PI જે.પી સોલંકી આવતાની સાથે જ દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર તવાઈ બોલાવતા બુટલેગરોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. જ્યાં કડી પોલીસ સ્ટેશનનું સ્ટાફ અલગ અલગ વિસ્તારમાં પ્રોહિબિશનને લગતી કામગીરીમાં પેટ્રોલિંગ કરી રહ્યાં હતા.જે દરમિયાન તેઓને માહિતી મળી હતી કે, બાલાસર ગામે આવેલા ધનાસર તળાવની પાર ઉપર બાવળની જાડીઓની અંદર બલાસર ગામનો પુજાજી ઠાકોર દેશી દારૂનો વેપલો કરી રહ્યો છે. પોલીસે બાતમીની ખરાઈ કરીને સ્થળવાળી જગ્યા ઉપર રેડ કરી હતી અને 70 લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. તેમજ 7600નો દેશી દારૂ બનાવવાના વોશને સ્થળ ઉપર જ નાશ કર્યો હતો. તેમ જ ઠાકોર પૂજાજી રહે બલાસરની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો હતો.
કડી તાલુકાના બાલાસર ગામે બેફામ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. જ્યાં કડી પોલીસે તવાઈ બોલાવી હતી અને બલાસર ગામે આવેલા ઠાકોર વાસમાં રહેતો ઠાકોર ભુપતજી દીનાજી પોતાના ઘરમાં દેશી દારૂનો વેપલો કરી રહ્યો છે. તેવી માહિતી મળતા પોલીસે માહિતીના આધારે રેડ કરી હતી. જ્યાં વ્યાપાર કરતો ઈસમ સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તેના ઘરની સામે આવેલા છાપરામાં પડેલા 35 લીટરના 15 પ્લાસ્ટિકના કેરબા મળી આવ્યા હતા. જ્યાં અંદર જોતા દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી 525 લીટર 10,500નો દેશી દારૂ જપ્ત કર્યો હતો. તેમજ તેની સામે ગુનો દાખલ કર્યો હતો અને તેને ઝડપી પાડવા માટે ચક્ર ગતિમાન કર્યા હતા.કડી પોલીસે બલાસર ગામે અલગ અલગ ટીમો બનાવીને દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર રેડો કરતા બુટલેગરોમા ફફડાટ મચી જવા પામી હતી. પોલીસ બાલાસર ગામમાં રેડ કરી હતી. ત્યાં બલાસર ગામે ઠાકોરવાસમાં રહેતો કુંદનજી ભવાનજી ઠાકોર પોતાના ઘરની અંદર ગેરકાયદેસર રીતે દેશી દારૂનો અડ્ડો ધમધમાવી રહ્યો છે. પોલીસે બાતમીની ખરાઈ કરીને તેના ઘરે રેડ કરી હતી. પોલીસે બુટલેગરના ઘેર રેડ કરતા નાશ ભાગ મચી જવા પામી હતી. કુંદનજી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તેના ઘરની તલાસી કરતા 28 પ્લાસ્ટિકના કટ્ટા મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતા 840 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 16,800 દેશી દારૂનો જથ્થો કબજો કર્યો હતો. તેમજ તેની સામે ગુનો દાખલ કર્યો હતો અને તેને ઝડપી પાડવા માટે ચક્ર ગતિમાન કર્યા હતા.કડી પોલીસે PI જે.પી.સોલંકીની સૂચનાથી બાલાસર ગામે અલગ અલગ ટીમો બનાવીને દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર રેડ કરતા બુટલેગરોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. જ્યાં બલાસર ગામે ત્રણ રેડો કરવામાં આવી હતી અને દેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે ઈસમ ઝડપાઈ ચુક્યો હતો. બે ઈસમો ફરાર થઈ ચૂક્યા હતા. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.